ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ હમાસ આતંકવાદી મોત

Share this story

ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે મજબૂત રીતે ઊભા છે. ભારત તેનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની સખત નિંદા કરે છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ઈઝરાયલની સેનાએ જાહેરાત કરી છે કે તેણે ગાઝાની સરહદ પર કબજો કરી લીધો છે. સેનાએ કહ્યું કે તેણે ગાઝામાં રાતોરાત ૨૦૦ સ્થળોને નિશાન બનાવ્યાં છે અને અત્યાર સુધીમાં ૧૫૦૦ માસ સૈનિકો માર્યા ગયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ ૧૨૩ ઈઝરાયલ સૈનિકો માર્યા ગયા છે.

બીજી તરફ હમાસના હુમલામાં અત્યાર સુધીમાં થાઈલેન્ડના ૧૮ નાગરિકોનાં મોત થયા છે. સોમવારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ઈઝરાયલે આખી રાત ગાઝા પર હુમલો કર્યો. તેના જવાબમાં હમાસે ઈઝરાયલ દ્વારા પકડાયેલા લગભગ ૧૫૦ બંધકોને મારી નાખવાની ધમકી આપી છે.

ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેંકમાં સંપૂર્ણ ઘેરાબંધી કરી છે. આ વિસ્તારમાં ૨.૮  મિલિયનથી વધુ પેલેસ્ટાઈન લોકો રહે છે. સ્થાનિકો અનુસાર શહેરના પ્રવેશદ્વાર લોખંડના ગેટ, સિમેન્ટ બ્લોક અને માટીના ઢગલાથી બંધ કરવામાં આવ્યા છે. કેટલાંક સ્થળોએ ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. ઈંધણ પૂરું થઈ જતા કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. ઈઝરાયલના રક્ષામંત્રી યોવ ગૈલેંટે જણાવ્યું કે, ઈઝરાયલ ગાઝા પર સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યું છે. તે સ્થળોએ વીજળી, પાણી અને ઈંધણ નથી. વેસ્ટ બેંકમાં રહેતા લોકોને ૧,૦૦૦ m૧૬ રાઈફલ આપવામાં આવશે.

આ પણ વાંચો :-