HomeGujaratઝેરોક્ષથી ૫૦૦ રૂપિયાની નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ઝેરોક્ષથી ૫૦૦ રૂપિયાની નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

દાહોદ SOGએ જુદા જુદા દરની નકલી નોટ ઝડપી પાડી છે. જેમાં કતવારા મેઈન બજારમાંથી 2 યુવકો પાસેથી નકલી નોટો ઝડપાઇ છે. રૂપિયા ૫ લાખ ઉપરાંતના દરની 500ની નોટો ઝડપી પાડી છે. ૧૦૧૫ જેટલી કલર ઝેરોક્ષ કરેલી નોટો પકડાતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે.

SOG પોલીસે નકલી નોટ સાથે ઈટાવાના કમલેશ સંગાડા અને તરવાડીયાવજાના મંગળીયા ડામોરને ઝડપી પાડયા છે. સમગ્ર પ્રકરણમાં કરાર ઝાલોદ તાલુકાના સારમારીયાના શૈલેષ વહોનીયા અને નાનીખરજના હીમસીંગ ગણાવા કરાર છે. તેમાં પોલીસે ફરાર બન્ને આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથધરી છે.

તાજેતરમાં દિલ્હી પોલીસે નકલી નોટો છાપતા પાંચ લોકોની ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી ૧૯ લાખ રૂપિયાથી વધુની નકલી નોટો જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગેંગ કથિત રીતે અજમેરમાં નકલી ચલણી નોટો છાપવા અને દિલ્હી એનસીઆરમાં ફરતી કરવા માટે એક યુનિટ ચલાવતી હતી. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) રવિન્દ્ર સિંહ યાવે જણાવ્યું કે દિલ્હી પોલીસે એક ગોપનીય માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે પોલીસને બાતમી મળી હતી કે નકલી નોટોના ચલણમાં સંડોવાયેલા બે લોકો અક્ષરધામ મંદિર પાસે નોટોની આપવા આવવાના છે. આ માહિતીના આધારે દિલ્હી પોલીસે ગેંગ લીડર સાકુર મોહમ્મદ ૨૫, તેમજ તેના સહયોગી લોકેશ યાદવ ૨૮,ની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમની જોડેથી 6 લાખ રૂપિયાની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો મળી આવી છે.

મોહમ્મદે પોલીસને જણાવ્યું કે તેને હિમાંશુ જૈન ૪૭, શિવ લાલ ૩૦, અને તેના ભાઈ સંજ્ય ગોદારા ૨૨, પાસેથી નકલી નોટો મળી હતી. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) એ જણાવ્યું કે, આરોપીઓએ રાધે અને શિવલાલ સાથે મળીને રાજસ્થાનના અજમેરમાં ભાડાના મકાનમાં નકલી ભારતીય ચલણી નોટો  છાપવા માટે એક યુનિટ બનાવ્યું હતું. તેમની પાસેથી નકલી નોટો છાપવા માટે વપરાતા સાધનો, ૩.૧૯,૭૪,૦૦૦ની કિંમતની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો, બે કાર અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories