Saturday, Sep 13, 2025

સની દેઓલના બંગલાની હરાજી નહીં થાય, એવું તે શું બન્યું કે બેંકે નોટિસ પરત લઈ લીધી, જાણો કારણ

2 Min Read
  • રવિવારે સની દેઓલના જુહુના બંગલાની હરાજી થવાના સમાચાર સામે આવ્યા હતા. હવે આ અંગે એક નવું અપડેટ આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે.

સની દેઓલના જુહુ બંગલાની હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. તેનું કારણ ટેકનિકલ ખામી આપવામાં આવ્યું છે. રવિવારે સમાચાર આવ્યા હતા કે ગદર ૨ સ્ટાર સની દેઓલના જુહુના બંગલાની હરાજી થવા જઈ રહી છે.

શું હતો મામલો?

બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી માટે જાહેરાત આપી હતી. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે એમને મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ‘સની વિલા‘ નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો અને તેના બદલે બેંકને લગભગ ૫૬ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે આ મિલકતની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.

સની દેઓલના બંગલાની ૨૫ સપ્ટેમ્બરે હરાજી થશે :

કહેવામાં આવી રહ્યું  હતું કે બેંક તરફથી સની દેઓલના બંગલા ‘સની વિલા’ની હરાજી ૨૫ સપ્ટેમ્બરે રાખવામાં આવી હતી અને બેંકે અભિનેતાના બંગલાની હરાજી માટે ૫૧.૪૩ કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત પણ રાખી હતી.

સની દેઓલની ફિલ્મ ગદર ૨ બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી રહી છે. ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી ૧૦મા દિવસે પણ ચાલુ છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સનીની ફિલ્મ તુફાની કલેક્શન કરી રહી છે. ગદર ૨ એ ૧૦ દિવસમાં ૩૭૫ કરોડથી વધુની કમાણી કરી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ ૪૦૦ કરોડની કમાણી કરશે. ૪૦૦ કરોડની કમાણી કરનાર સનીની આ પહેલી ફિલ્મ હશે. તારા સિંહને ૨૨ વર્ષ પછી પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article