HomeGujaratભાવનગરમાં જૂથ અથડામણ : જુગાર મુદ્દે થયેલા ધિંગાણામાં ૧૫થી વધુ ઈજાગ્રસ્ત થયા

ભાવનગરમાં જૂથ અથડામણ : જુગાર મુદ્દે થયેલા ધિંગાણામાં ૧૫થી વધુ ઈજાગ્રસ્ત થયા

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • ભાવનગરના આદોડિયાવાસમાં મોડીરાત્રે જૂથ અથડામણ. જુગાર રમવાની ના પાડતા એક વ્યક્તિને છરી મારી દેવાઈ. લોકોએ હુમલો કરનારના ઘર પર કર્યો પથ્થરમારો.

ભાવનગર શહેરના આનંદનગર રોડ પર આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં જૂની અદાવતે જૂથ અથડામણ સર્જાઈ હતી. બે સમાજના લોકો સામસામે આવી જતા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરતા બંને પક્ષે મળી ૧૦ થી ૧૨ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તેમજ લોકોના ટોળા વિખરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે હાલ પણ આ વિસ્તારમાં જૂથ અથડામણના કારણે એક અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. કોઈ અઘટિત ઘટના ના બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરના અડોડિયાવાસ વિસ્તારમાં રહેતા બે સમાજ ના લોકો વચ્ચે યુવતીને ભગાડી જવાના મામલે વિખવાદ ચાલી રહ્યો છે. જેના કારણે એક સમાજના લોકો બીજા સમાજના લોકો લાંબા સમયથી અશાંતિ ફેલાયેલી જોવા મળી રહી છે. જેમાં આજે સામાન્ય બાબતે શરૂ થયેલા મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આડોડીયાવાસ વિસ્તારનાં ગણેશ વિનુ પરમાર તથા પપ્પુ પરમાર(આડોડીયા) ને જાહેરમા જુગાર રમતા તથા દારૂનું વેચાણ કરતા હોય જેથી કમાભાઈ મેર (ભરવાડ) નામના વ્યક્તિએ ગણેશ પરમારને તેમના ધર સામે દારૂનું વેચાણ કરવાની તથા જુગાર રમાડવાની ના પાડતા બોલાચાલી થઈ હતી. જે બાદ કમાભાઈ મેર સહિતના સાતેક જેટલા લોકોએ ગણેશ પરમાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ બાદ વાત ફેલાઈ જતા આડોડિયા સમાજનું એક મોટું ટોળું માલધારીના ઘર પર ધસી ગયું હતું તેમજ સોડા બોટલ ફેંકી ઘર પર પત્થરમારો કર્યો હતો. મારામારીમાં બંને સમાજના મળી ૧૦ થી ૧૨ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગણેશ પરમાર નામના શખ્સને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામાં પક્ષે પણ માલધારી સમાજના એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા શહેરની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img