Sunday, Sep 14, 2025

સુરતીઓની શુભ ઘડી આવી : આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર

3 Min Read
  • Surat Diamond Bourse : ૨૧ નવેમ્બરથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે સુરતનો ડાયમંડ બુર્સ. દિવાળી પછી ૨૧ નવેમ્બરથી કરવામાં આવશે શુભ શરૂઆત. પ્રધાનમંત્રી મોદી રહી શકે છે હાજર.

વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે. તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૩ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ ૧૯૦ મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી પછી ૨૧ નવેમ્બરના શુભ દિવસથી અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ સુરત ડાયમંડ બુર્સનો શુભારંભ થશે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે વધુ ૧૬૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર આરંભ થશે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે. અગાઉ ૧૯૦ હીરાની કંપનીઓએ ડાયમંડ બુર્સ ખાતે ઓફિસ શરૂ કરવા સહમતી આપી છે.

સુરત શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં ૨૧ નવેમ્બર ૨૦૨૩ થી સુરત અને મુંબઈની વધુ ૧૬૦ ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ દર્શાવી છે. એ સાથે કુલ ૩૫૦ કંપનીઓએ ૨૧ નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે.

આ વિશે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે વધુ ૧૬૦ કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતિ મોકલી છે. ૩૫૦ કંપનીઓ ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતિ પત્રો મોકલવા જણાવ્યું છે એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું.

અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને ૨૧ નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ૨૧ નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article