- શુક્રવારે સાંજે સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કરી જેના કારણે તે અચાનક ચર્ચામાં આવી ગયા છે. સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જાગી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ચર્ચા થઈ રહી છે કે સૌરવ ગાંગુલી પોતાના કરિયરને લઈને મોટી ઘોષણા કરી શકે છે.
ટીમ ઈન્ડિયાના (Team India) સૌથી સફળ કેપ્ટનમાંથી એક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) છે. શુક્રવારે સાંજે સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કરી જેના કારણે તે અચાનક ચર્ચામાં આવી ગયા છે. સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter account) પરથી એક વીડિયો શેર કર્યો છે જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જાગી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ચર્ચા થઈ રહી છે કે સૌરવ ગાંગુલી પોતાના કરિયરને લઈને મોટી ઘોષણા કરી શકે છે અથવા તો તેની બાયોપીકનું એલાન થઈ શકે છે. જોકે સૌરવ ગાંગુલીએ હજુ સુધી આ અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.
૫૦ વર્ષીય સૌરવ ગાંગુલીએ શુક્રવારે એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેના ક્રિકેટ કરિયરની તસવીરોને મર્જ કરવામાં આવી છે. સાથે જ કેપ્શન પણ અલગ જ લખેલું છે જેના કારણે ટ્વીટર યુઝર્સે આ વિડીયો પર અટકળો કરવાનું શરૂ કરી ચુક્યા છે. કોઈનું કહેવું છે કે ક્રિકેટને લઈને સૌરવ ગાંગુલી મોટી ઘોષણા કરશે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે સૌરવ ગાંગુલી પોતાની બાયોપીકની ઘોષણા કરી શકે છે.
https://twitter.com/SGanguly99/status/1677259296009011200?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1677259296009011200%7Ctwgr%5E2261492b49870956d6976b295436d40d20ed32c7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fsports%2Fa-tweet-of-sourav-ganguly-created-a-stir-video-went-viral-280489
સૌરવ ગાંગુલીની કારકિર્દી ક્રિકેટમાં શાનદાર રહી છે. તેણે ૧૧૩ ટેસ્ટ અને ૩૧૧ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે આ દરમિયાન તેને ટેસ્ટમાં બમણી સદી તેમજ ૧૬ સેન્ચ્યુરી અને ૩૫ હાફ સેન્ચ્યુરીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની બાયોપીકની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. તેવામાં જોવાનું રહ્યું કે સૌરવ ગાંગુલી હવે કઈ મોટી જાહેરાત કરશે.
આ પણ વાંચો :-