HomeNationalમાત્ર ૩૦,૦૦૦ માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો

માત્ર ૩૦,૦૦૦ માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img
  • Travel Abroad : વિદેશ પ્રવાસનું સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી. કારણ કે દરેક વ્યક્તિ લાખો રુપિયા ખર્ચી વિદેશ ફરવા જઈ શકતી નથી. જો કે વિશ્વના ઘણા દેશ એવા પણ છે. જ્યાં જવા માટે તમારે લાખો રુપિયા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો.

આજના સમયમાં લોકોની જીવનશૈલી (lifestyle) એવી થઈ ગઈ છે કે લોકો વર્ષે એકવાર પરિવાર સાથે વિદેશ પ્રવાસ આરામથી કરી લેતા હોય છે. પરંતુ વિદેશ પ્રવાસનું (Foreign travel) સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી. કારણ કે દરેક વ્યક્તિ લાખો રુપિયા ખર્ચી વિદેશ ફરવા જઈ શકતી નથી. જો કે વિશ્વના ઘણા દેશ એવા પણ છે જ્યાં જવા માટે તમારે લાખો રુપિયા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો.

આજે તમને ત્રણ એવા દેશ વિશે જણાવીએ જ્યા ફરવા જવા માટે બજેટની ચિંતા કરવી નહીં પડે. આ જગ્યાએ ફરવા જવા માટે માત્ર ૩૦,૦૦૦નો ખર્ચ થશે. તો ચાલો તમને જણાવીએ ભારતથી તમે ઓછા ખર્ચે કયા કયા દેશ ફરી શકો છો.

નેપાળ :

નેપાળ ખૂબ જ સુંદર દેશ છે. પર્વતોથી ઘેરાયેલા આ દેશમાં મંદિરો સહિત અનેક ફરવાની જગ્યાઓ છે.  નેપાળમાં કાઠમંડુ, પોખરા, નાગરકોટની મુલાકાત લઈ શકાય છે. નેપાળની રાઉન્ડ ટ્રીપનો ખર્ચ લગભગ ૧૦,૦૦૦ રૂપિયા છે. નેપાળમાં ફરવા ઉપરાંત તમે સ્ટ્રીટ ફૂડ અને નેપાળી વાનગીનો આનંદ માણી શકો છો. અહીં રહેવું, ફરવું અને એડવેન્ચર એક્ટિવિટીનો બધો જ ખર્ચ ૩૦,૦૦૦ની અંદર થઈ જાય છે.

ભુટાન :

ભુટાન એક નાનકડો પણ સુંદર દેશ છે. અહીંની સુંદરતા તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે. ભુતાનનું પારો શહેર સૌથી સુંદર શહેર છે. અહીંના પ્રાચીન સ્થાપત્ય પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે. અહીં તમે ભારતથી ટ્રેનમાં પણ જઈ શકો છો. આ વિદેશ યાત્રા કોલકાતાથી ટ્રેનમાં શરુ થઈ શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img