Saturday, Sep 13, 2025

સ્કૂટર બાદ હવે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા રાહુલ ગાંધી

2 Min Read
After the scooter
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે જેમા તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ઘણા બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ક્યારેક તે દિલ્હી યુનિવર્સિટીના (University of Delhi) વિદ્યાર્થીઓને મળી રહ્યા છે તો ક્યારેક સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને. હાલમાં ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર રાહુલ (Rahul Gandhi) દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંદીગઢ (Chandigarh) સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી મુસાફરી :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાથી લોકોમાં ખૂબ જ સક્રિય છે. આ દિવસોમાં રાહુલના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં તે ક્યારેક કોલેજના વિદ્યાર્થીઓ સાથે જમતા જોવા મળે છે તો ક્યાંક તે ડિલિવરી બોય સાથે લંચ કરતા જોવા મળે છે. હવે રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

રાહુલનો ટ્રકમાં મુસાફરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર રાહુલ અંબાલામાં ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્રાઈવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

Share This Article