Wednesday, Oct 29, 2025

આજે વિકરાળ રૂપ લેશે ‘Mocha’, ગુજરાત પર પડશે વિપરીત અસર

2 Min Read

‘Mocha’ 

  • ચક્રવાત ‘મોચા’ આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે એવામાં ગુજરાતમાં આ ચક્રવાતની અસર વિપરીત રહેશે તો તેની સામે દેશના આ રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા પણ છે.

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર ચક્રવાત ‘મોચા‘ (Mocha) ઝડપથી વધી રહ્યું છે અને આજે એટલે કે શુક્રવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. પરિણામે ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશમ્યાનમારના (Bangladesh-Myanmar) દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જાણો આજે કેવું રહેશે હવામાન.

દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના :

ચક્રવાત ‘મોચા‘ના ભણકારા વચ્ચે શુક્રવારે દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે અને વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતમાં વિપરીત રહેશે ચક્રવાત ‘મોચા’ની અસર :

ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગુરુવારે મહત્તમ તાપમાન ૪૫.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ૧૩ મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. આ સાથે જ ચક્રવાત ‘મોચા’ના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.

આ રાજ્યોમાં બગડશે હાલત :

ઓડિશા અને પશ્ચિમ બંગાળનો ભારતીય દરિયાકિનારો આ ચક્રવાતથી સુરક્ષિત અંતરે હશે અને જમીન પર કોઈ નુકસાનકારક હવામાન પ્રવૃત્તિની અપેક્ષા નથી. જો કે આ રાજ્યોના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. ભૂપ્રદેશ સાથે અથડાયા બાદ નબળું પડેલું વાવાઝોડું ૧૪ અને ૧૫ મે ૨૦૨૩ના રોજ ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

Share This Article