The forest department
- Leopard Counting : સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા સારી હોય છે.
દર ચાર વર્ષે દીપડાની (Leopard) ગણતરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે કોરોનાના કારણે દીપડાની સંખ્યાની ગણતરી કરી શકાઈ ન હતી. જે રીતે દીપડાઓના (Leopard) અકસ્માતોના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારબાદ સરકાર ફરી એક વખત ગંભીર બની છે. સરકાર દ્વારા ફરી એક વખત દીપડાની સંખ્યાની ગણતરી શરૂ કરી છે.
સાત વરસ બાદ સુરત (Surat) જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં 310 થી વધુ વન વિભાગના કર્મચારીઓ દીપડાની અવરજવર પર નજર રાખી રહ્યા છે.
વર્ષ 2016 માં દીપડાની વસ્તી વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી તે વખતે જિલ્લામાં કુલ દીપડાની સંખ્યા 40 જેટલી હતી. ગીરમાં જે રીતે એશિયાટિક લાયન વિશ્વ પ્રખ્યાત છે. તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં જંગલોમાં રહેનાર દીપડાઓ હંમેશાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે.
અવારનવાર ગામના લોકો સાથે તેમની ઘર્ષણની પણ સ્થિતિ સામે આવતી હોય છે. દર ચાર વર્ષે દીપડાની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોના કાળમાં વન વિભાગ દ્વારા આ ગણતરી થઈ શકી ન હતી અને બાદમાં જે રીતે અકસ્માત અથવા તો અન્ય રીતે દીપડાના મોતની ઘટનાઓ સામે આવી રહી હતી.
ત્યારબાદ વન વિભાગ અને અને રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા સારી હોય છે.
વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત જે લોકલ એનજીઓ છે. તેઓ સાથે આ વસ્તી ગણતરીમાં ભાગ લે છે. સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ 131 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં દીપડા ઉપર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. આ 131 પોઈન્ટ અંગે વાત કરવામાં આવે તો આ તે વિસ્તાર છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં દીપડાનો રેસક્યુ કરવામાં આવ્યું હોય અથવા તો દીપડાએ ત્યાં શિકાર કર્યું હોય.
આ ઉપરાંત જે જગ્યાએ પાણી ઉપલબ્ધ હોય ત્યાં પણ આ પોઈન્ટ હોય છે. કારણ કે ત્યાં દીપડા વધારે જોવા મળે છે. દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 310 જેટલા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી 97 જેટલા લોકો એનજીઓ સાથે જોડાયેલા છે. આ સાથે અમે 25 જેટલા કેમેરા લગાવ્યા છે. જે અત્યાર સુધી છે અને પિક્ચર કલર પણ આવે છે તેવું સામાજિક વનીકરણ વિભાગના આરએફએસ સચીન ગુપ્તાએ જણાવ્યું.
આ પણ વાંચો :-
- ઈ-મેમો ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દેજો, આ નવો નિયમ તમને ભારે પડી શકે છે
- મેટ્રોનો ફરી એક વીડિયો વાયરલ, નીચે બેસીને છોકરીને ચુંબન કરતો જોવા મળ્યો છોકરો