Saturday, Sep 13, 2025

અય્યરની સેન્ચુરી પર સુહાના ખાનનું ખાસ સેલિબ્રેશન થયું વાયરલ, સચિનના દીકરાને ધોયો

2 Min Read

Suhana Khan’s special celebration

  • વેંકટેશ અય્યરે 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી ફટકારી હતી, ત્યારબાદ  શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ખાસ સેલિબ્રેશન કર્યું હતું. જુઓ વિડીયો..

IPL 2023ની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને (Kolkata Knight Riders) મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો પણ કોલકાતાના બેટ્સમેન વેંકટેશ અય્યરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અય્યરે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે તેની આઈપીએલ કરિયરની પહેલી સદી ફટકારી હતી. નોંધનીય છે કે આ પહેલા બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે (Brendon McCullum) કોલકાતા તરફથી IPLની પહેલી ફટકારી હતી.

51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી :

જણાવી દઈએ કે આ મેચમાં ડાબોડી બેટ્સમેન અય્યરે 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી ફટકારી હતી. અંહિયા રસપ્રદ વાત એ છે કે પોતાની સદી સુધી પહોંચ્યા પછી અય્યરે KKR ડગઆઉટ તરફ ઈશારો કર્યો અને તે બાજુ ઝૂકી ગયો. આ સામે અય્યરની સદી પૂરી થયા પછી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન જે સ્ટેન્ડમાં હતી. તે આનંદથી ઉછળી પડી હતી અને હાલ તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે જ અય્યરે મુંબઈથી ડેબ્યૂ કરનાર અર્જુન તેંડુલકરની એ જ ઓવરમાં સિક્સર અને પછી ફોર ફટકારી હતી અને તેના થોડા સમય બાદ તેને ઘૂંટણમાં પણ ઈજા થઈ હતી પણ આ ઈજા તેને રોકી શકી નહીં. ફિઝિયોએ અય્યરની સારવાર કરી અને એ પછી તેણે પોતાની ઇનિંગ ચાલુ રાખી.

આ પણ વાંચો :-

Share This Article