Saturday, Sep 13, 2025

Night Club પહોંચી ગયા મેયર, ખુબ દારૂ ઢીંચ્યો અને પછી કપડાં ઉતારી નાખ્યા, હદ તો ત્યાં કરી…

2 Min Read

The mayor reached the night club

  • Viral Video : આ ઘટનાનો વીડિયો જેવો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો કે મેયર પર લોકો ભડકી ગયા અને કાર્યવાહીની માંગણી કરવા લાગ્યા. જો કે આ મેયર (Mayor) ખુબ વિવાદિત રહ્યા છે અને અવારનવાર તેમની આવી હરકત સામે આવતી રહી છે.

ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ તો ઓછામાં ઓછું એ સમજવું જોઈએ કે તેમની દરેક કરતૂત એક ઉદાહરણ બની જતી હોય છે. જે લોકો માટે પ્રેરણા પણ બને છે. લોકોના પ્રતિનિધિ (Representative) બનીને ચૂંટાઈને આવતા લોકોએ તો તેનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ અનેક એવા નેતાઓ છે જે પોતાની આદતોથી બાજ આવતા નથી. આવા જ એક નેતાની હાલમાં જ કહાની સામે આવી છે જે નાઈટ ક્લબમાં (Night Club) કપડાં ઉતારીને ડાન્સ કરતા જોવા મળ્યા.

આ ઘટના કોલંબિયાની છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાનો વીડિયો જ્યારથી સોશિયલ મીડિયામાં સામે આવ્યો ત્યારથી ઘટના પર હંગામો મચી ગયો છે. મળતી માહિતી મુજબ અહીં સ્થિત કેલીમા નગરપાલીકાના મેયરલ માર્ટિન અલ્ફોન્સો મેજિયાથી સંબંધિત આ મામલો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેયર પાર્ટી કરવા માટે એક નાઈટ ક્લબમાં પહોંચે છે અને આ દરમિયાન તેમના સાથી પણ સાથે હોય છે. પહેલા તો તેઓ ખુબ દારૂ પીવે છે.

દારૂ પીધા બાદ તેઓ કપડાં ઉતારવા લાગે છે. ધીરે ધીરે પોતાના બધા કપડાં ઉતારી નાખે છે અને એટલે સુધી કે પોતાનો પ્રાઈવેટ પાર્ટ પણ દેખાડવા લાગે છે. તેમના સાથે પણ તેમને આવું કરતા રોકતા નથી. એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ તેમણે આ બધું જ્યારે કર્યું ત્યારે નાઈટક્લબમાં કેટલીક મહિલાઓ પણ હાજર હતી.

આ પણ વાંચો :-

Share This Article