Sunday, Sep 14, 2025

હવે આ ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે રણબીર કપૂર, ફિલ્મ માટે તૈયારી કરી શરુ

3 Min Read

Now Ranbir Kapoor will be seen

  • Sourav Ganguly Biopic : રણબીર કપૂરે સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજુમાં જે દમદાર અભિનય દેખાડ્યો અને ફિલ્મ માટે તેણે જે ટ્રાંસફોર્મેશન કર્યું તે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. ત્યારે હવે ચર્ચા છે કે રણબીર કપૂર વધુ એક બાયોપિકમાં જોવા મળશે.

રણબીર કપૂરે (Ranbir Kapoor) પોતાની ફિલ્મોથી સાબિત કરી દીધું છે કે તે એક વર્સેટાઈલ એક્ટર (A versatile actor) છે. તેની ફિલ્મ જેમ કે બર્ફી યે જવાની હે દીવાની, સંજુ વગેરેમાં તેણે પોતાની એક્ટિંગથી ફિલ્મ ચાહકોના દિલમાં અલગ જ છાપ છોડી છે. તે ફિલ્મના પાત્રને જીવંત કરે છે અને લોકોના દિલ સુધી પહોંચાડે છે.

તેમાં પણ તેની ફિલ્મ સંજુ જે સંજય દત્તના (Sanjay Dutt) જીવન પર આધારિત હતી તેમાં તેણે દમદાર અભિનય દેખાડ્યો હતો. ફિલ્મ માટે તેણે જે ટ્રાંસફોર્મેશન કર્યું તે જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. ત્યારે હવે ચર્ચા છે કે રણબીર કપૂર વધુ એક બાયોપિકમાં જોવા મળશે. આ બાયોપિક (Biopic) છે પ્રખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલીની.

ચર્ચાઓ છે કે રણબીર કપૂર સ્ક્રીન ઉપર સૌરવ ગાંગુલી બનીને દમદાર ક્રિકેટ રમતો જોવા મળશે. ઘણા લાંબા સમયથી સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ બને છે તેવી ચર્ચા તો છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ મેકર્સ સૌરવ ગાંગુલી તરીકે રણબીર કપૂરને પસંદ કરી ચૂક્યા છે. રણબીર કપૂર એ ફિલ્મ માટે ડેટ્સ પણ ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં જ તે આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે.

રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ નું શૂટિંગ કલકત્તામાં થશે. વાત એવી પણ સામે આવી છે કે આ ફિલ્મનું નિર્દેશન લવ રંજન કરશે. તેણે આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ બધી જ ચર્ચાઓ સાચી સાબિત થશે તો ફિલ્મ સંજુ પછી રણબીર કપૂરની આ બીજી બાયોપીક હશે જેમાં તે મુખ્ય ભૂમિકામાં હોય.

જોકે હાલ તો રણબીર કપૂર પોતાની ફિલ્મ તુ જુઠી મેં મક્કાર ના પ્રમોશનમાં બીઝી છે. શ્રદ્ધા કપૂર સાથેની આ ફિલ્મ 8 માર્ચના રોજ રિલીઝ થશે. હાલ શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર બંને આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે.

આ પણ વાંચો :-

Share This Article