Thursday, Dec 11, 2025

PM Kisan : 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે ખાતામાં જમા થશે રૂપિયા 

3 Min Read

PM Kisan

  • દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો. તો હવે માત્ર 2 દિવસમા કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે.

PM Kisan 13th installment : દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના (Pradhan Mantri Kisan Samman Nidhi) 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો. તો હવે માત્ર 2 દિવસ પછી કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ આ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12 હપ્તાના પૈસા આપવામાં આવ્યા છે.

યોજનાના 4 વર્ષ પૂરા :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24 ફેબ્રુઆરીએ યોજનાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી માનવામાં આવે છે કે આ દિવસે સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા આપી શકે છે. તમને જણાવી દઈએ કે તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર તેની તમામ વિગતો ચકાસી શકો છો.

આ યોજનામાં 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે :

માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે વર્ષ 2022માં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 10.45 કરોડ હતી. તે જ સમયે લગભગ 12 કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે.

eKYC જરૂરી છે:

સરકારે કહ્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તેથી જો તમે હજી સુધી તે પૂર્ણ કર્યું નથી… તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં.

ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય?

  • PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • વેબસાઇટની જમણી બાજુએ e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો.
  •  હવે તમારો આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો.
  •  આ પછી ‘સબમિટ’ પર ક્લિક કરો.
  • હવે તમારું ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે.

 ઓક્ટોબરમાં 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો :

PM મોદીએ 17 ઓક્ટોબર 2022ના રોજ 12મા હપ્તા માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 8 કરોડ ખેડૂતોના ખાતામાં 16,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પૈસા 3 હપ્તામાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article