What to do if money is transferred to someone
- RBIએ ઓમ્બડ્સમેન સ્કીમ, 2021-22નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં આરબીઆઈએ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ દરમિયાન મળેલી મોટાભાગની ફરિયાદો ડિજિટલ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન પદ્ધતિઓ સંબંધિત હતી.
RBIએ ઓમ્બડ્સમેન સ્કીમ, 2021-22નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં આરબીઆઈએ ઉલ્લેખ કર્યો છે કે વર્ષ દરમિયાન મળેલી મોટાભાગની ફરિયાદો ડિજિટલ પેમેન્ટ (Digital Payment) અને ટ્રાન્ઝેક્શન પદ્ધતિઓ સંબંધિત હતી. જો કે આપણે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી સાવચેતી રાખીએ છીએ તેમ છતાં ભૂલો થઈ શકે છે. જો એક નંબર પણ ખોટો થાય તો તમારી મહેનતની કમાણી અલગ એકાઉન્ટમાં જતી રહે છે.
ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો પૈસા પાછા કેવી રીતે મળશે?
જ્યારે પણ તમને ખબર પડે કે તમારા પૈસા ખોટા ખાતામાં ગયા છે. ત્યારે તમારા મગજમાં સૌથી પહેલી વાત આવે છે કે તેને કેવી રીતે પાછા મેળવવા. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
બેંક ઓફ બરોડાની વેબસાઈટ અનુસાર જ્યારે ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે ત્યારે સૌથી પહેલું કામ બેંકને તેની જાણ કરવાનું રહેશે. તમે તમારી બેંકના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને તરત જ આ કામ કરી શકો છો. તમારે તેમને કોલ કરવો પડશે અને તેમને ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો આપવી પડશે. બદલામાં બેંક તમને રિક્વેસ્ટ અથવા કમ્પ્લેન્ટ નંબર આપશે.
આ સિવાય તમે બેંકના ગ્રાહક સેવા વિભાગને ઈમેલ મોકલીને ખોટા ટ્રાન્સફરની માહિતી પણ આપી શકો છો. એટલે કે તમારી બેંક સાથે સંબંધિત તમામ સંચારના લેખિત દસ્તાવેજો ઉપલબ્ધ રહેશે.
બીજી રીત પણ છે. તમે બેંકની હોમ બ્રાન્ચમાં જઈને મેનેજર સાથે વાત કરી શકો છો અને ખોટા ટ્રાન્સફરની ઓફિશ્યલ નોટિફિકેશન સબમિટ કરી શકો છો.
શું ખાતામાં આવી શકે છે બાકીના પૈસા ?
એ વાતની ધ્યાન રાખો કે જો એકાઉન્ટ નંબર ખોટો છે અથવા અસ્તિત્વમાં નથી. તો પૈસા તરત જ તમારા ખાતામાં પાછા જમા થઈ જશે. બેંક ઓફ બરોડાની વેબસાઈટ અનુસાર જો ડિટેલ્સ માન્ય હોય અને પૈસા જતા રહે તો તેને પરત લેવા તેને મેળવનાર પર સંપૂર્ણ નિર્ભર કરે છે.
બેંક અનુસાર જો ફંડ્સ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ટ્રાન્ઝેક્શન રિવર્સ કરવા માટે મંજૂરી આપે છે તો તમને વગર કોઈ મુશ્કેલીએ પોતાના પૈસા પરત મળી જશે.
આ પણ વાંચો :-