Sunday, Sep 14, 2025

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાની રોકા સેરેમનીનો પહેલો ફોટો થયો વાયરલ

2 Min Read

First photo of Mukesh Ambani

  • અંબાણી પરિવારમાં હાલમાં ઉજવણીનો માહોલ છે. હવે સારા સમાચાર જ કંઈક આવા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે રોકા સેરેમની યોજાઈ છે. હવે બંને બહુ જલ્દી બંને લગ્ન કરી લેશે.

અંબાણી પરિવારમાં (Ambani family) હાલમાં ઉજવણીનો માહોલ છે. હવે સારા સમાચાર જ કંઈક આવા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની (Anant Ambani) રાધિકા મર્ચન્ટ સાથે રોકા સેરેમની યોજાઈ છે. હવે બંને બહુ જલ્દી બંને લગ્ન કરી લેશે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા રોકા સેરેમની યોજાઈ હતી. આ કપલની રોકા સેરેમનીની (Roca Ceremony) પહેલી તસવીર સામે આવી છે. તેમની વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળી છે. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.

કોણ છે રાધિકા મર્ચન્ટ ?

રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન એક હેલ્થકેર ફર્મના CEO છે. રાધિકાએ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2017માં તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઈસ્પ્રાવા ટીમમાં જોડાયા હતા. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એક સાથે ફોટો 2018માં વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

Share This Article