HomeSurat Cityસુરત SOGએ પાંડેસરામાં શંકાસ્પદ 1400 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

સુરત SOGએ પાંડેસરામાં શંકાસ્પદ 1400 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

Date:

Related stories

VIDEO: ભારે કરી! મધ્ય આકાશમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી

લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરોને...

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! સરખેજમાં આટલા ઇંચ વરસાદ, રસ્તાઓ બન્યા જળમાર્ગ

અમદાવાદમાં આજે સવારે મેઘતાંડવ સાથે થઈ હતી. વહેલી સવારથી...

ગુજરાતના આ જિલ્લાઓમાં IMDની Warning, અરવલ્લીમાં ધોધમાર વરસાદથી સ્થિતિ બગડી

ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું...

વિદેશ જવાનું પ્લાનિંગ છે? બાળકોના પાસપોર્ટ અંગે સરકારે બદલ્યો મહત્વનો નિયમ

જો તમે તમારા બાળક માટે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી...

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને પ્રથમ ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માન

ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નવી મુંબઈમાં...
spot_img

સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પામોલીન તેલ અને એસિડિક એસીડના જોખમી મિશ્રણથી નકલી પનીર બનાવી બજારમાં વહેતું કરનાર મહેશકુમાર શર્મા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પાંડેસરામાં રેડ પાડીને કુલ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 3.08 લાખ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા અને નકલી પનીર બનાવવા માટે વપરાતી રૂપિયા 25 લાખની હાઈટેક મશીનરી મળી આવી છે. પોલીસે કુલ રૂપિયા 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં માંથી પનીર બનાવવા માટેની પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે તમામ 25 લાખનો મુદ્દા માલ સીઝ કરાયો છે. કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા છે. 3000 જેટલા સ્ટીકર જપ્ત કરાયા, પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે.

Subscribe

Latest stories

spot_img