સુરત રાહેરમાં લેપ્ટોસ્પાઈરોસિસના કારણે 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. વૃદ્ધાની છેલ્લા પાંચ દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. જયારે માંડવીના એક આધેડ પણ લેપ્ટોસ્પાઈરોસિસની બીમારીમાં સપડાતા તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરતના આજણા વિસ્તારમાં રહેતી 60 વર્ષીય વૃદ્ધ મહિલાને લેપ્ટોસ્પાઈરોસિસના કારણે 5 દિવસ પહેલા સિવિલ ડોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી આ ઉપરાંત બમરોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકને પણ લેપ્ટોસ્પાઈરોસિસ જણાતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દરમ્યાન વૃદ્ધ મહિલા વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેઓનું બુધવારે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરોસિસના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાં નોંધાય છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અનુસાર સુરત અને તાપી જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવે છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સરખામણીમાં ઓછા કેસ નોંધાય છે. આ ઉપરાંત માંડવીના 53 વર્ષીય આધેડને પણ લેપ્ટોસ્પાઈરોસિસની બીમારીમાં સપડાતા તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મડત્વનું છે કે ડાલ દક્ષિણ ગુજરાતમાં કુલ 13 કેસ અને 3 દર્દીઓના મોન થયા ડોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :-