Saturday, Sep 13, 2025

2000 Rs note : જો કોઈ ૨૦૦૦ રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરશો ? જાણો RBIના નિયમો

2 Min Read

2000 Rs note

  • રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ૨૦૦૦ રૂપિયાની નોટ કાયદેસર રહેશે અને તેનો ઉપયોગ વ્યવહારો માટે થઈ શકશે. આવી સ્થિતિમાં જો બેંક અથવા અન્ય કોઈ ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈનકાર કરે છે. તો તમે તેની સામે શું પગલાં લઈ શકો ?

આજથી ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે બેંકોની બહાર કતારમાં ઉભા છે. રિઝર્વ બેંક (RBI) એ સ્પષ્ટપણે કહ્યું છે કે ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૨૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કરી શકાય છે.

આ સાથે કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. એટલે કે તમે ૨૦૦૦ રૂપિયાની નોટથી ખરીદી કરી શકો છો. પરંતુ જો કોઈ વ્યક્તિ ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરે છે. તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

પેટ્રોલ પંપ પર 2000ની નોટો ધમધમી રહી છે :

છેલ્લા બે દિવસથી લોકો પેટ્રોલ પંપ પર ઈંધણ ભરવા માટે રૂ. ૨૦૦૦ની નોટોનો ઉગ્ર ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ પંપ ડીલરોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે લોકો ૨૦૦ રૂપિયાના પેટ્રોલ માટે પણ ૨૦૦૦ રૂપિયાની નોટ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના માટે ખુલ્લા નાણાંની સમસ્યા વધી ગઈ છે.

પરંતુ પેટ્રોલ પંપના લોકો ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારી રહ્યા છે. તે જ સમયે કેટલીક જગ્યાએથી એવા અહેવાલો પણ આવ્યા છે કે દુકાનદારો ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે. તો તમે તરત જ આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

આ રીતે તમે ફરિયાદ નોંધાવી શકો છો :

રિઝર્વ બેંક અનુસાર જો કોઈ બેંક ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈનકાર કરે છે તો તમે પહેલા તે બેંકના મેનેજરને મળીને ફરિયાદ કરી શકો છો. દરેક બેંક પાસે ફરિયાદ બુક હોય છે જ્યાં તમે તેના વિશે જાણ કરી શકો છો. બેંક ૩૦ દિવસની અંદર તમારી ફરિયાદનો જવાબ આપશે. જો આવું ન થાય અથવા તમે બેંકના જવાબથી ખુશ ન હોવ, તો તમે રિઝર્વ બેંકની વેબસાઇટ cms.rbi.org.in પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Share This Article