ભારતમાં HMPV વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે આસામમાં તેનો નવો કેસ સામે આવ્યો છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું કે 10 મહિનાના બાળકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) સંક્રમણ મળ્યું છે.
હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ‘લાહોવાલ સ્થિત આઈસીએમઆર-આરએમઆરસીથી તપાસના પરિણામ મળ્યા બાદ કાલે એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થઈ. ઈન્ફ્લૂએન્ઝા અને ફ્લૂથી સંબંધિત મામલામાં તપાસ માટે સેમ્પલ નિયમિત રીતે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમાં આ રિપોર્ટ આવ્યો. આ એક નિયમિત તપાસ હતી, જે દરમિયાન એચએમપીવી સંક્રમણની જાણ થઈ. બાળકો હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે અને ચિંતાની કોઈ વાત નથી.
શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને SARI કેસ અને લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.
આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચો :-