સુરત શહેરમાં અક્સ્માતમાં એક યુવકનું મોત નીપજયું છે. મોપેડ પર આવેલા ત્રણ જેટલા ઇસમોએ યુવકને મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો કરી માર માર્યો હતો. જેથી યુવક ભાગયો હતો અને રસ્તો ક્રોસ કરવા જતા બસની અટફેટે આવતા યુવકનું મોત નીપજયું હતું. રાતે બનેલી આ ઘટના બાદ પોલિસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મૂળ ઓડિશાનો વાતની ૨૩ વર્ષીય સાગર પ્રકાશ બહેરા સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતો હતો. અને લૂમ્સના ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થયો હતો. ગત રાત્રીના સમયે તે મિત્ર સાથે ઘરે આવી રહ્યો હતો ત્યારે મોપેડ પર આવેલા ત્રણ ઇસમોએ તેને રોકી મોબાઈલ ઝૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બંને મિત્રો ભાગ્ય હતા સિદ્ધાર્થનગર પાસે આવેલા બીઆરટીએસ રુટ ફ્રોસ કરતાં બસની અડફેટે આવી જતા સાગરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટના બાદ પોલિસ કાફલો પણ ઘરના સ્થળે દોડી આવ્યા હતો, સમગ્ર મામલે પોલિસ તપસનો ઘમઘમાટ શરૂ કર્યું છે.
સંબંધી કૈલાશભાઈએ જણાવ્યુ હતું કે, તે નોકરી પરથી આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકો તેની પાસે મોબાઈલ ઝૂટવા આવ્યા હતા જેથી તે ડરીને ભાગ્યો હતો તેના કપડાં પણ ફાટી ગયા હતા. ભાગતા સાથે બીઆરટીએસમાં બસની અટફેટે આવતા તેનું મોત નીપજયું છે. તેના પરિવારને વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે, તે છેલ્લા ૬થી ૭ વર્ષ અહી કમકરતો હતો. આ સમગ્ર મામલે પોલિસ ફરિયાદ પણ કરી છે. તેના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે.
આ પણ વાંચો :-
- પશ્ચિમ બંગાળમાં ED ફરી એક્શનમાં, બે મંત્રી સહિત ત્રણ TMC નેતાના ઘરે દરોડા
- સુરતમાં પતંગની દોરીથી મોત, એક્ટિવા પર જતાં ગાળામાં ફસાતા ગળું 70% કપાયું