એક નાનકડી સર્જરીનાં કારણે દેશની સૌથી સુંદર યુવતીએ ગુમાવ્યો જીવ, હકીકત જાણીને ચોંકી જશો

Share this story

You will be shocked

  • ગ્લેસી કોરિયાનું એપ્રિલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તે 2 મહિના સુધી કોમામાં જતી રહી હતી.

ટોન્સિલ્સને (Tonsils) હળવાશથી લેવું જીવલેણ સાબિત શકે છે અને થોડી પણ બેદરકારી તમારો જીવ લઈ શકે છે. આ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 20 જૂન, 2022 ના રોજ એક્સ મિસ બ્રાઝિલ ગ્લેસી કોરીઆનું અવસાન થયું હતું. ટોન્સિલ ઓપરેશન (Tonsil operation) પછી અતિશય રક્તસ્રાવ અને કાર્ડિયાક અરેસ્ટને (Bleeding and cardiac arrest) કારણે ગ્લેસી કોરીયાનું મોત નીપજ્યું હતું. દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મકાઇના રહેવાસી ગ્લેસી કોરિયાને ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક (Heart attack) આવ્યો હતો. ત્યાર બાદ તે કોમામાં જતી રહી હતી. બે મહિનાથી વધુ સમય કોમામાં રહ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

પોસ્ટમોર્ટમ પછી મોતનું કારણ જાણી શકાશે :

ગ્લેસી કોરિયાએ એપ્રિલમાં એક ઓપરેશન કરાવ્યું હતું. ગ્લેસીના પરિવારને ઓળખતા પાદરી જેક અબ્રુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેના સંબંધીઓનું માનવું છે કે તેના ટોન્સિલ્સના ઓપરેશન દરમિયાન ડોક્ટરોની ભૂલ થઇ હતી. આ કારણે તેની તબિયત લથડી હતી અને ગ્લેસીના મોત બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેકેની ફોરેન્સિક મેડિસિન ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યો છે. હવે તે રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે.

સુંદરતા અને સહાનુભૂતિ માટે હમેશા યાદ કરવામાં આવશે :

ગ્લેસી એક સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઇન્સ્ટાગ્રામ પર તેના 57,000થી વધુ ફોલોઅર્સ હતા. ગ્લેસીએ 2018 માં મિસ યુનાઇટેડ કોન્ટિનેન્ટ્સ બ્રાઝિલ અને મિસ કોસ્ટા દો સોલનો તાજ જીત્યો હતો. ગ્લીસીના મૃત્યુ પછી, મિસ બ્રાઝિલના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “ગ્લેસીને તેની સુંદરતા, હાસ્ય અને સહાનુભૂતિ માટે હંમેશા યાદ કરવામાં આવશે.”

લોકોએ સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો :

મંગળવારે ગ્લેસી કોરિયાને પરિવાર અને મિત્રો દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી. ગ્લેસીના ફોલોઅર્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો શોક સંદેશાઓ મુક્યા  છે. તેના સોશિયલ મીડિયા પેજ પરની છેલ્લી પોસ્ટમાં હસતી ગ્લેસી કોરિયાનો ફોટો જોવા મળે છે. જેમાં તેઓએ ઈસુ ખ્રિસ્તને ગળે લગાવ્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું, “મેં સારી લડત આપી છે, મેં રેસ પૂરી કરી છે, મેં વિશ્વાસ જાળવી રાખ્યો છે.”

આ પણ વાંચો –