ગુજરાતમાં તક્ષશિલા જેવી ઘટના થતાં-થતાં બચી, 3 કૉન્સ્ટેબલોએ વિદ્યાર્થીઓને કૂદવાથી રોક્યા

Share this story

Survivors like Takshashila

  • વડોદરામાં ફોનિક્સ સ્કૂલમાં લાગી આગ, શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા હતી કે નહી તે એક સવાલ, તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કઢાયા

વડોદરા, 24 જૂન 2022  શુક્રવાર .

ગુજરાતની (Gujarat) શાળાઓમાં ફાયર સેફ્ટીની (Fire Safety) સુવિધાને લઇને અવારનવાર ટકોર કરવામાં આવે છે. શાળામાં ફાયર સેફ્ટીના સાધનો હોવા અનિવાર્ય છે. આ અંગે જે તે શહેરનું તંત્ર કાળજી રાખે તે આવશ્યક થઇ પડે છે. પરંતુ હજી પણ એવી ઘણી શાળા છે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે. કારણ કે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા નથી. ઠેર ઠેર સ્કૂલના નામે શરૂ થયેલી શિક્ષણની હાટડીઓમાં ફાયર સેફ્ટીને પ્રાધાન્ય આપવામાં આવતું નથી પરિણામે અગ્નિકાંડ (Fire) જેવી ઘટનાઓ બને છે. સુરતની ચકચારી ઘટના તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાય એમ જ નથી ત્યારે વડોદરાની એક શાળામાં તક્ષશિલા જેવી જ ઘટના બનતા બનતા રહી ગઇ.

ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા દોડધામ :

વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શાળામાં એકાએક શોટ સર્કિટને કારણે આગ લાગતા વિદ્યાર્થીઓ બેગ લઇને ભાગ્યા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. આગને કાબૂમાં લઇને ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.