16 દિવસની દીકરીને માના ખોળામાં સળગાવી દેવાઈ : ગોધરા કાંડ પર અમિત શાહે કર્યા મોટા ખુલાસા

Share this story

16-day-old daughter burnt

  • SC એ PM મોદીને 2002 રમખાણોમાં કલીનચીટ મળવાનો મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

નવી દિલ્હી , 25 જૂન 2022 , શનિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ શનિવારે ન્યૂઝ એજન્સી એનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને પોતાની પ્રતિક્રિઆપતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા સાબિત થયા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) કહ્યું હતું કે, 2002 રમખાણોને લઈને ખૂબ મોટા સ્તરે PM મોદી પર આરોપો લગાવાયા હતો અને ખૂબ પ્રચાર કરાયો હતો. 18-19 વર્ષની લડાઈ, દેશના આવા મહાન નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના ભગવાન શંકરની (Lord Shankar) જેમ ઝેરની ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા અને આજે જ્યારે સત્ય સોનાની જેમ ઝળકી રહ્યું છે. હવે આનંદ આવી રહ્યો છે

PM મોદીને દુ:ખ સહન કરતા મે ઘણા નજીકથી જોયા છે – શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવાયા છે. PM મોદીએ બંધારણનું સન્માન કર્યુ છે. મેં મોદીજીને નજીકથી આ પીડાઓનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી.બધું સત્ય હોવા છતાં પણ અમે  કંઈ કહીશું નહીં.રમખાણોના મામલે મારી પણ પૂછપરછ થઈ હતી. અમિતશાહે વિપક્ષોના આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, અમે દેશભરમાંથી કાર્યકર્તાઓને બોલાવી પ્રદર્શન નહોતા કર્યા .જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યા છે. તેઓની અંતરઆત્મા છે.તો તેમણે મોદીજીને અને બીજેપીના નેતાઓ પાસે માફી માંગવી જોઈએ.

જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી – શાહ

2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું હતું કે, જે દિવસે ગુજરાત બંધનું એલાન કરાયું હતું તે જ દિવસે અમે સેના બોલાવી લીધી હતી. જનતાએ ક્યારેય આરોપોને સ્વીકાર્યા નથી, અમે ક્યારેય ચૂંટણી હાર્યા નથી, હવે તો સુપ્રીમ કોર્ટે પણ આ માન્યું છે. તમેણે ઉમેર્યું હતું કે, તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી.

આ પણ વાંચો –