ખાખીને સેલ્યુટ ! એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવાનનું હાર્ટ પંપીગ કરી બચાવ્યો જીવ,

Share this story

Khaki salute

  • સુરત પોલીસનો માનવતાભર્યો ચહેરો, સુરત પોલીસની મદદથી યુવાનનો બચ્યો જીવ, રસ્તો ક્રોસ કરતી વખતે ઇજાગ્રસ્ત થતા પોલીસ દોડતી આવી ગઇ મદદે

સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાનું કાર્ય કરવું પોલીસની (Police) ફરજ છે. પોલીસ હંમેશા પોતાની ફરજોને લઇને કાર્યશીલ રહે છે. પરંતુ હા માનવતા ક્યારેય ભુલતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ માનવતારૂપી ફરજ નિભાવવાનું ક્યારેય ન ચૂકે. પછી તે કોરોનાની મહામારી હોય કે પછી સામાન્ય માણસની મુશ્કેલી. આપણે કોરોનાકાળમાં (Coronal period) પોલીસનો માનવતા ભર્યો ચહેરો જોયો જ છે. ભર ઉનાળો હોય કે કકડતી ઠંડી પોલીસ હંમેશા ખડેપગે રહે છે. ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં ખાખી વર્દીને સલામ કરવાનું મન થાય.

એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી પોલીસે કર્યુ હાર્ટપંપિંગ :

બન્યું એવું કે સુરતમાં રસ્તો ક્રોસ કરતી વખતે એક યુવાન પડી જતા ઇજાગ્રસ્ત થઇ ગયો.  જોત જોતામાં યુવાનને બચાવવા લોકો ભેગા થઇ ગયા. નજીક ઉભેલો લોકરક્ષક દળનો જવાન પણ તુરંત જ દોડી આવ્યો. યુવકની સ્થિતિ જોઇને તેણે યુવકને  સાઇ઼ડમાં લઇ જઇને હાર્ટ પંપિંગ કરવાનું શરૂ કર્યું.  એમ્બ્યુલન્સને પણ કોલ કર્યો અને જ્યાં સુધી એમબ્યુલન્સ આવી નહી ત્યા સુધી પોલીસ જવાને તે યુવકનું હાર્ટ પંપિંગ કર્યુ.

પોલીસે બચાવ્યો યુવકનો જીવ :

પોલીસ જવાનની આ કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. લોકો આ કામગીરી બદલ પ્રશંસા કરી રહ્યા છે. યુવાનને સમયસર હોસ્પિટલ ખસેડાતા હાલ તેની તબિયત સ્થિર છે. ત્યારે અહીં ખાસ પોલીસ જવાનનો આભાર માનવો રહ્યો. તેમની સમયસૂચકતા અને મદદને કારણે યુવકનો જીવ બચી ગયો.

આ પણ વાંચો –