Saturday, Sep 13, 2025

મહિલા અધિકારીએ પહેલી જ પોસ્ટિંગમાં લાંચ માગી, ACBના છટકામાં રંગે હાથ પકડાઈ ગયા

2 Min Read
  • હજારીબાગ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ સરકારી મહિલા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી. મહિલા અધિકારીનું નામ મિથાલી શર્મા હોવાનું સામે આવ્યું છે.

ઝારખંડના કોડેર્મામાં ૮ મહિના પહેલા કો-ઓપરેટિવ વિભાગમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રારના પદ પર કાર્યરત હતી. આ તેમનું પ્રથમ પોસ્ટિંગ હતું. પહેલા પોસ્ટિંગમાં જ મહિલા ઓફિસર આ રીતે લાંચ લેતા પકડાતા ભારે ચકચાર મચી છે.

અધિકારી મિથાલી શર્માની હજારીબાગ ACB દ્વારા ૭ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેમના લાંચ લેતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરપકડ બાદ હાલ મિથાલી શર્માને ACBની ટીમ વધુ કાર્યવાહી માટે લઈ ગઈ છે અને લાંચના મામલાની તપાસ ચાલી રહી છે.

ઘટના વિશે જણાવતા ACB અધિકારીએ કહ્યું કે મિથાલી શર્માએ કોડમાં વ્યાપાર સહયોગ સમિતીમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને કેટલીક અનિયમિતતા જોવા મળી હતી. જે બાદ તેમણે સત્તાધિકારીઓ પર પગલાં ન લેવા માટે તેમની પાસેથી રૂ. ૨૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. જોકે સંસ્થાના સભ્ય રામેશ્વર યાદવ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACB DGને આ અંગે ફરિયાદ કરી હતી.

ACBની ટીમે તપાસ બાદ પુષ્ટિ કરી કે મિથાલી શર્માએ કમિટી પાસેથી રૂ. ૨૦,૦૦૦ની લાંચની માગણી કરી છે. આથી તેમની સામે કેસ નોંધીને ટ્રેપ ગોઠવવામાં આવી. જુલાઈ ૭ના રોજ સર્વેલન્સ ટીમ મિથાલી શર્માને લાંચનો પહેલો હપ્તો રૂ. ૧૦,૦૦૦ લેતા રંગેહાથ પકડી લીધા હતા.

આ પણ વાંચો :-

Share This Article