પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઘર કંકાસના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આ તકરાર મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે. પરંતુ આવા વિવાદના કારણે જો કપલ એકબીજા પર જીવલેણ હુમલો કરે તો તેનાથી સારુ એકબીજાથી અલગ થઈ જવું જોઈએ ત્યારે એક ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. યુક્રેનમાં રહેતા એક શખ્સે પોતાની પત્ની સાથે ફરતાની તમામ હદો પાર કરી દીધી હતી. પતિની આ ક્રૂરતા જોઈને કોર્ટે તેને ૧૮ વર્ષની સજા ફટકારી છે.
39 વર્ષીય યુક્રેની નાગરિક ઓલેકેન્ડર એસને પત્ની પર ક્રૂર હુમલાના મામલે દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને ૧૮ વર્ષની સજા સંભળાવી છે. તેના પર આરોપ છે કે, પોતાનાથી અલગ રહેતી પત્નીને પલંગ સાથે બાંધીને તેના પ્રાઇવેટ પાર્ટમાં ફટાકડો ફોડયો હતો. શખ્સે આવું એટલા માટે કર્યું કેમ કે, પત્ની તેની સાથે રહેવા આવવાથી ઇનકાર કરતી હતી.
જાણકારી અનુસાર, પતિ-પત્ની અલગ રહી રહ્યાં હતા. બંનેનો કેસ ચાલી રહ્યો હતો. અલગ થતા પહેલા બંનેની મુલાકાત થઈ અને પતિએ પોતાની પત્નીને સેક્સ માટે રાજી કરી લીધી. પરંતુ ત્યારબાદ જે થયું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પતિ પર આરોપ છે કે, તેણે શારીરિક સંબંધ બાંધ્યા પછી પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં ફટાકડો મૂકીને ફોડ્યો હતો. જેથી તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ત્યારબાદ તે પોતે જ પોતાની પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાં મહામહેનતે મહિલાનો જીવ બચાવી શકાયો. આ હુમલો એટલો ક્રૂર હતો કે, લોકો પતિને માનસિક રીતે વિકૃત હોવાનું કહી રહ્યાં છે. જયારે પતિનું કહેવું છે કે, જે પણ થયું. તે એક ભૂલના કારણે થયું. આ એક દુર્ઘટના હતી. જે ભૂલના કારણે થઈ છે.
આ પણ વાંચો :-