UPI has changed the mode of payment
- પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટિડે નાની કિંમતના યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. તેનાથી તમે યૂપીઆઈ પીન નાંખ્યા વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકો છો.
યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (Unified Payment Inte) એટલે યૂપીઆઈ હાલના વર્ષોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા ડિજિટલ પેમેન્ટ (Digital Payment) મોડના રૂપમાં વિકસિત થયું છે. નાના-નાના યૂપીઆઈ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2022માં યૂપીઆઈ લાઈટ ફીચર રજૂ કર્યુ હતું.
હવે આ ફીચરને પેટીએમે પણ પોતાના યૂઝર્સ માટે રજૂ કરી દીધા છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તમારે 200 રૂપિયા સુધીના યૂપીઆઈ પેમેન્ટ માટે 4 કે 6 આંકડાનો પિન નહીં નાંખવો પડે.
પેટીએમ પેમેન્ટ્સ બેક લિમિટેડે નાની કિંમતવાળા યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે આ ફીચર દ્વારા યૂઝર્સ સિંગલ ક્લિકમાં ઝડપથી રિયલ ટાઈમ ટ્રાન્જેક્શન કરી શકશે. પીપીબીએલ યૂપીઆઈ લાઈટ ફીચર લોન્ચ કરનારી પહેલી પેમેન્ટ્સ બેંક છે.
હવે નાના-નાના ટ્રાન્જેક્શનથી પાસબુક નહીં ભરાય :
આ ફીચરની ખાસ વાત એ છેકે હવે રોજ થનારા નાના-નાના ટ્રાન્જેક્શનથી બેંકની પાસબુક નહીં ભરાય. આ ટ્રાન્જેક્શન હવે માત્ર પેટીએમ બેલેન્સ અને હિસ્ટ્રી સેક્શનમાં જ જોવા મળશે.
200 રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન નહીં નાંખવો પડે :
પેટીએમ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા પ્રમાણે એકવાર લોડ થઈ ગયા પછી યૂપીઆઈ લાઈટ વોલેટ યૂઝર્સને 200 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન પર પિન નાંખવાની જરૂર નહીં રહે. તેમાં પેમેન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બની જશે. યૂપીઆઈ લાઈટમાં મહત્તમ 2000 રૂપિયા 2 દિવસમાં 2 વખત એડ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ વીતેલા દિવસમાં મહત્તમ 4000 રૂપિયાનું પેમેન્ટ કરી શકો છો. જોકે આ ફીચર્સ બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો :-