ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત

Share this story

ટીવી સીરિયલ ‘ધરતીપુત્ર નંદિની’ ફેમ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. શૂટિંગ પૂરું કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી. તે હાઈવે પર પક્યો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની લગભગ 25-30 મિનિટમાં જ તેનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે અમન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર તેની બાઈક પર ઓડિશન આપવા જઈ રહ્યો હતો અને આ દરમિયાન તેની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ, અમનને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઉલ્લેખનીય છે કે અકસ્માતના 30 મિનિટ એટલે કે અડધા કલાક બાદ અમનનું મૃત્યુ થયું હતું.

અમન જાયસ્વાલ વિશે વાત કરીએ તો, અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. અમન ‘ધરતીપુત્ર નંદિની’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય અમન સોની ટીવીના શો ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ’માં પણ યશવંત રાવની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. આ શો જાન્યુઆરી 2021 માં શરૂ થયો હતો અને ઓક્ટોબર 2023 માં સમાપ્ત થયો હતો. અમાને પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે રવિ દુબે અને સરગુન મહેતાના શો ‘ઉદારિયાં’નો પણ ભાગ હતો.

આ પણ વાંચો :-