HomeGujaratપશ્ચિમ બંગાળમાં ટોળાએ ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો

પશ્ચિમ બંગાળમાં ટોળાએ ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો

Date:

Related stories

RBI MPC: RBI ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, તમારી EMI કેટલી વધશે?

RBI MPC બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. રેપો...

વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમ જવા માટે મળ્યા ₹5 કરોડ? જાણો વાયરલ દાવાની હકીકત

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા...
spot_img

બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો, આ ઘટના બાદ ભાજપે મમતા સરકારને ઘેરી લીધી છે. આ ઘટનામાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે.

પશ્ચિમ બંગાળમાં મોબ લિંચિગનો મામલો સામે આવ્યો છે જેમાં લોકોના ટોળાએ ત્રણ સાધુઓને બાળકો ઉપાડનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ ભાજપ રાજ્યની તૃણમૂલ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. જો કે આ મામલે હજુ સુધી TMC તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ મામલે અનુરાગ ઠાકરેએ મમતા સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે શા માટે બંગાળમાં આવું વાતાવરણ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થયો ત્યારે બંગાળમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. સાધુઓની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યા લઈ જઈ રહી છે? આવી આખરે આવી હિન્દુ વિરોધી વિચારસરણી શા માટે છે ?

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’. તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે ૩૦ સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં ૨૦૨૦માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories