Wednesday, Oct 29, 2025

ગુજરાતના આ ખેલાડીએ ફાઈનલ હાર્યા બાદ પણ Purple Cap પોતાના નામે કરી….

2 Min Read
This player from Gujarat
  • ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની ૧૬મી સિઝનનું ટાઈટલ જીત્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં CSKએ ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે હરાવીને ૫મી વખત ટ્રોફી કબજે કરી.

જો કે ગુજરાતની ટીમના ખેલાડીઓના નામે ઓરેન્જ કેપ (Orange cap) અને પર્પલ કેપ (Purple Cap) છે. શુભમન ગીલે (Shubman Gile) ઓરેન્જ કેપ જીતી છે. આ સાથે જ પર્પલ કેપ માટે ગુજરાતના ત્રણ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.

પર્પલ કેપ રેસ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જીતી હતી. મોહમ્મદ શમીએ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે ૧૭ મેચમાં ૨૮ વિકેટ લીધી હતી

પર્પલ કેપ રેસમાં મોહિત શર્મા બીજા ક્રમે રહ્યો હતો. મોહિત શર્માએ આ સિઝનમાં માત્ર ૧૪ મેચ રમી છે અને ૨૭ વિકેટ લીધી છે. મોહિત શર્માએ એક મેચમાં ૫ વિકેટ લેવાનું કારનામું પણ કર્યું હતું.

IPL ૨૦૨૩માં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં રાશિદ ખાન ત્રીજા નંબર પર રહ્યો. રાશિદ ખાને આ સિઝનમાં ૧૭ મેચમાં ૨૭ વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પીયૂષ ચાવલા આ યાદીમાં ચોથા નંબર પર હતા. પીયૂષ ચાવલાએ IPL ૨૦૨૩માં ૧૬ મેચ રમીને ૨૨ વિકેટ લીધી હતી.

આ યાદીમાં ભારતનો સૌથી સફળ ટી-૨૦ બોલર યુઝવેન્દ્ર ચહલ પણ સામેલ છે. યુઝવેન્દ્ર ચહલે IPL ૨૦૨૩ની ૧૪ મેચમાં ૨૧ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-

Share This Article