Saturday, Sep 13, 2025

પતિની અમદાવાદ બદલી કરાવવા કસ્ટમ ઓફિસે પત્નીનો હોબાળો ! અધિકારીઓને આપી દીધી એવી ધમકી કે..

2 Min Read
  •  પતિની બદલી થતાં મહિલાએ કચેરીમાં અધિકારીઓને નોકરી છીનવી લેવાની ધમકી આપી હતી. મહિલા અને પતિ વચ્ચે અણબનાવ હોવાથી બંને વચ્ચે છુટાછેડાનો મુદ્દો હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ કસ્ટમ હાઉસ કમિશનરની કચેરી ખાતે એક મહિલાએ હોબાળો મચાવતા હેડ હવાલદાર એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાની માંગ છે કે તેના પતિની જામનગર ખાતે જે બદલી કરવામાં આવી છે તેની અમદાવાદ ખાતે પરત બદલી કરવામાં આવે. તેનો પતિ ઈન્સ્પેકટર તરીકેની ફરજ બજાવે છે. તેને લઈને તેઓ છેલ્લા એક મહિનાથી કમિશનરને મળવાની જીદ પકડીને અવાર નવાર અધિકારીઓને મળવા માટે આવતા હતા અને ઓફિસના કામમાં અડચણ ઊભું કરીને તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું કરતા હતા.

મહિલા અવારનવાર કસ્ટમ હાઉસની ઓફિસે આવીને ધમકી આપતી હતી કે જો તમે તેના પતિની બદલી અમદાવાદ શહેર ખાતે પરત નહીં કરાવી આપે તો આત્મહત્યા કરી લઈશ. જો કે તેને રોકવાનો પ્રયત્ન કરે તો તેમની સાથે પણ કારણ વગર ઝઘડો કરતા અને હુમલો કરવાની તૈયારી દર્શાવતા હતા. તેમ જ સ્ટાફની ચેમ્બરમાં આવી જોર જોરથી બૂમો પાડીને સ્ટાફને માનસિક રીતે હેરાન કરતા હતા.

જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધીને મહિલાની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. મહિલાને તેના પતિ સાથે ઘર કંકાસ ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો :-
Share This Article