For government schemes
- મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી.’
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) વડોદરામાં (Vadodara) સરકારની યોજનાને લઇને સૌથી મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં સરકારની યોજનાને (Government plan) લઇને રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારની (Government of Gujarat) યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી. લોકોને સેલ્ફ ડેક્લેરેશન કરવું પડશે. મને કોઇએ કીધું કે, સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા લેવાય છે. આથી હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા. કલેક્ટરને પણ આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપી છે. આગામી 15 દિવસમાં કલેક્ટર પણ આ મામલે કાર્યવાહી કરશે.’
નર્મદા ભવન બહાર સોગંદનામાના બહાને આજે પણ લેવાય છે 300-500 રૂપિયા
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એવાં નિર્ણયો લીધા છે કે જેમાં પહેલાં આપણે સોગંદનામા કરવા પડા હતા, મને કોઇએ કીધું હતું કે, હજુ પણ કલેક્ટર ઓફિસની બહાર અથવા તો નર્મદા ભવનમાં ત્યાં કેટલાંક લોકો સોગંદનામું કરવું પડે એમ કહીને 300 રૂપિયા-500 રૂપિયા લે છે. પણ હવેથી સોગંદનામા કરવાના નથી. આ નિર્ણયને માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી. જેનાથી લાખો લોકોને ફાયદો.
ગુજરાત સરકારની યોજનાની અંદર કરવામાં આવતા સોગંદનામા હવે નાબૂદ થયા છે. કલેક્ટરે પણ હમણાં મને માહિતી આપી કે ત્યાં આગળ જે કંઇ તકલીફો છે તે તકલીફો 15 દિવસ પછી એટલે કે કલેક્ટરે આ અંગે આયોજન કરી દીધું છે પરંતુ તેઓનું આયોજન જાહેર નથી કરવું. કારણ કે એમનો નંબર પછી આ નિર્ણયમાં પહેલો નહીં આવે. કોઇ બીજું તુરંત તેમનું જોઇને આવું કરશે. પરંતુ 15 દિવસ બાદ જ્યારે પાછા મળીએ ત્યારે યાદ કરાવજો કે પેલી વાતનું શું થયું ?