ધરમ કરતા ધાડ પડી ! એક પક્ષી માટે બે પરોપકારી લોકોએ હોમી દીધું પોતાનું જીવન, જુઓ હૃદયદ્રાવક વીડિયો

Share this story

Two philanthropists gave their lives

  • બાન્દ્રા-વરલી સી લિંક ઘાયલ થયેલા એક પક્ષીને બચાવવા માટે કારમાંથી ઉતરેલા બે લોકો પર પાછળથી આવતી કાર ફરી વળી હતી.

પરોપકારી લોકો તો પોતાના જીવનો ભોગ આપીને પણ બીજાને બચાવતા હોય છે. મનુષ્ય તો શું એક પક્ષીને બચાવવા માટે મુંબઈના બે વ્યક્તિઓ તેમનું જીવન ન્યોચ્છાવર કર્યું હોવાની એક હૃદયદ્રાવક ઘટના મુંબઈમાં (Mumbai) બની છે જેમાં બાંદ્રા-વરલી સી લિંક (Bandra-Worli Sea Link) પર એક ઘાયલ પક્ષીને બચાવવા માટે પોતાની કારમાંથી નીચે ઉતરેલા બે લોકો પર પાછળથી આવતી કાર ફરી વળી હતી જેમાં બન્નેના મોત થયા હતા.

પોતાની કારની ટક્કરથી પક્ષી થયું હતું ઘાયલ, તેને બચાવવા રસ્તા પર ઉતર્યાં  :

બાંદ્રા-વરલી સી લિંક પર એક ઘાયલ પક્ષીને બચાવવા માટે પોતાની કારમાંથી નીચે ઉતરેલા 43 વર્ષીય ઉદ્યોગપતિ અને તેના ડ્રાઇવરનું 30 મેના રોજ ટેક્સી સાથે અથડાયા બાદ મોત નીપજ્યું હતું.

ઘટનાનો વીડિયો થયો વાયરલ :

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે 30 મેના રોજ બપોરે આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે નેપીંસી રોડનો રહેવાસી ઉદ્યોગપતિ અમર મનીષ જરીવાલા મલાડ તરફ જઇ રહ્યો હતો.બાંદ્રા વરલી સી લિંક પર રસ્તામાં, એક પક્ષીને તેમની કારે ટક્કર મારી હતી, જેના પગલે જરીવાલા ઘાયલ પક્ષીને બચાવવા નીચે ઉતર્યા હતા. એક ઝડપી ટેક્સીએ જરીવાલા અને તેના ડ્રાઇવર શ્યામ સુંદર કામતને ટક્કર મારી હતી.