Saturday, Sep 13, 2025

આ અભિનેત્રીએ પતિના પગ પર ફૂલ મૂકીને કરી પૂજા, લીધા આશીર્વાદ, હેટર્સ-ટ્રોલર્સને પણ આપ્યો જવાબ

2 Min Read
  • એક્ટ્રેસે પોતાના પતિના ચરણોમાં બેસીને પૂજા કરી ચરણ સ્પર્શ કર્યા. સાથે જ એક્ટ્રેસે હેટર્સને જડબા તોડ જવાબ આપ્યો છે.

એક્ટ્રેસ પ્રણિતા સુભાષ (Pranitha Subhash) ફેમિલી વેલ્યુઝ અને ટ્રેડિશન પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. તેનો પુરાવો તેની નવી પોસ્ટથી મળી શકે છે. સોમવતી અમાસના દિવસે એક્ટ્રેસે પતિના ચરણોની પૂજા કરી. ફોટોમાં તે પતિના ચરણ સ્પર્શ કરતી જોવા મળી રહી છે.

ફોટોમાં પ્રણિતા યલો ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તેમના પતિ ખુરશી પર બેઠા છે. એક્ટ્રેસ પતિના ચરણોમાં બેઠી છે. બાજુમાં પૂજાની થાળી છે. પતિના બન્ને પગ પર એક્ટ્રેસે ફૂલ મુક્યા છે. તિલક કર્યો છે. તે પતિના ચરણને સ્પર્શ કરતી જોવા મળી રહી છે.

પ્રણિતાએ શેર કર્યો ફોટો :

પ્રણિતાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- “સોમવતી અમાસના અવસર પર આજે સવારે મેં પૂજા કરી. ભલે તમારા માટે પિતૃસત્તાનો દેખાડો થઈ શકે છે. પરંતુ આ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સનાતન ધર્મમાં તેનું મહત્વ જણાવતી ઘણી સ્ટોરી મળી જશે. હિંદૂ રીતિ-રિવાજ અનુસાર પિતૃસત્તાત્મક છે. આ તર્ક આપવો સંપૂર્ણ રીતે ખોટો છો.”

પ્રણિતાએ આગળ લખ્યું, “આવું એટલા માટે કારણ કે આ એ આસ્થાઓમાંથી એક છે. જ્યાં ભગવાનની સમાન રૂપથી પૂજા કરવામાં આવે છે.” ગયા વર્ષે પણ પ્રણિતાએ પતિના ચરણ સ્પર્શ કરીને ફોટો શેર કર્યો હતો. ત્યારે તે ટ્રોલ થઈ હતી. એક્ટ્રેસે હેટર્સને જવાબમાં કહ્યું હતું કે તેના માટે પૂજાનું મહત્વ છે.

૨૦૨૧માં કર્યા હતા લગ્ન

એક્ટ્રેસ ૨૦૨૧માં બિઝનેસમેન નિતિન રાજૂ સાથે લગ્ન કર્યા હતા. કપલની એક દિકરી છે. દિકરી સાથે પ્રણિતા મોટાભાગે તસ્વીરો શેર કરતી રહે છે. પ્રણિતા સાઉથ ફિલ્મોનો ફેમસ ચહેરો છે. તે બોલિવુડ મૂવી હંગામા ૨, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં કામ કરી ચુકી છે.

આ પણ વાંચો :-

Share This Article