Wednesday, Oct 29, 2025

સુરતમાં ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દિવાલ ધરાશાયી, પત્ની અને પુત્ર ઘાયલ

2 Min Read
  • સુરતમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં વહેલી સવારે ગેલનો સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast) થવાની ઘટના સામે આવી છે.

સુરતમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં વહેલી સવારે ગેલનો સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast) થવાની ઘટના સામે આવી છે. ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં તેમનો આબાદ બચાવ થયો. પરંતુ પત્ની અને બાળક ઘાયલ થયા હતા. તો ઘરમાં પણ દિવાલ પડી જતા મોટું નુકસાન થયું હતું.

સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ પ્રાંત હાઉસ કેમ્પસના એક ઘરમાં વહેલી સવારે 5 વાગે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરની દીવાલો અને બારીઓમાં તિરાડો પડી ગઈ હતી. ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા ઘરમાં રહેતા ૩૫ વર્ષીય કૌશલ્યાબેન અને એમનો ૧૩ વર્ષીય બાળક સર્વેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જેમને સારવાર માટે સાયન ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની બારીના કાચ પણ તૂટી ગયા હતા. જ્યારે દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. બ્લાસ્ટના કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. જોકે બ્લાસ્ટની ઘટનામાં ઘરમાં રહેતા ફોરેસ્ટ અધિકારીનો નસીબે બચાવ થયો હતો.

જે ઘરમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થયું હતું એ ઘર મણીશ્વર રાજાનું છે તેઓ ફોરેસ્ટ વિભાગમાં વલસાડ ખાતે ફરજ બજાવે છે. આ ઘટનાની જાણ થતા સુરતના અધિકારીઓ પ્રાંત હાઉસ કેમ્પસમાં પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

Share This Article