Saturday, Sep 13, 2025

મોતને નોતરી શકે છે આવાં સ્ટંટ ! ચાલુ બાઈકે ખુલ્લાં હાથે સ્ટંટ કરતા યુવકનો Video વાયરલ

2 Min Read
  • સુરતમાં ફરી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે.

આજકાલ યુવાનો સ્ટંટના રવાંડે ચઢ્યા છે. ક્યારેક બાઈક પર તો ક્યારેક બીજી રીતે સ્ટંટ કરતાં જોવામાં આવે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટંટના કેટલાય વીડિયો વાયરલ થાય છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે.

તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટંટની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાંથી ફરી જોખમી સ્ટંટનો વીડિયો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવક ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે.

ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરી રહ્યો છે યુવક :

સુરતમાં અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સુરતમાંથી બાઈક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક જોવા મળી રહ્યો છે. આ યુવક ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે. યુવક બાઈક પર ઉભા રહીને સ્ટન્ટબાજી કરી રહ્યો છે. આ યુવક પોતાનો તો જીવ જોખમમાં મુકી જ રહ્યો છે સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકી રહ્યો છે.

પોલીસે હાથ ધરી તપાસ :

આ વીડિયો પારલે પોઈન્ટ વિસ્તારોનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :-

Share This Article