Saturday, Sep 13, 2025

ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી : અગાઉ નોટીસ આપવા છતાંય આવી ગંભીર બેદરકારી કેમ ?

2 Min Read
  • ભાવનગરમાં માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ જેટલા લોકોનું રેસક્યું કરાયું છે.

જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ ૧૦થી ૧૫ લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.

કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી છે. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. પોલીસ અને ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું. આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં ૨૦૦થી વધુ દુકાનો આવેલી છે.

જ્યારે બિલ્ડિંગના ૫ માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article