Saturday, Sep 13, 2025

ખેલ જગત ! શેફાલી વર્માએ સેમીફાઈનલમાં કેચ લીધા બાદ કરી એવી હરકત ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

3 Min Read

ખેલ જગત ! શેફાલી વર્માએ સેમીફાઈનલમાં કેચ લીધા બાદ કરી એવી હરકત ! સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

  • ભારતીય ટીમની ઓપનર શેફાલી વર્મા પણ ટીમને સારી શરૂઆત ન આપી શકી અને આઉટ થઈ ગઈ હતી. જો કે, આ પહેલા શેફાલી વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ટીમ ઈન્ડિયા માટે ટી20 વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. જો કે હજુ એક સેમી ફાઈનલ મેચ (Semi Final Match) અને ફાઈનલ મેચ બાકી છે. પરંતુ ભારતીય ટીમ પોતાની પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે હારી ગઈ છે. ભારતીય ટીમ આ મેચ જીતી જશે તેવુ લાગી રહ્યું હતું અને ટાર્ગેટની ખૂબ જ નજીક હતી. પરંતુ કેપ્ટન હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh) રનઆઉટ થઈ અને ત્યારથી મેચ પલટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે અહીંથી જ મેચ પર પકડ મેળવી લીધી હતી.

તેની વચ્ચે ટીમની શરૂઆત ન તો બેટિંગમાં સારી રહી અને ન તો બોલિંગમાં ખાસ રહી. ભારતીય ટીમની ઓપનર શેફાલી વર્મા પણ ટીમને સારી શરૂઆત ન આપી શકી અને આઉટ થઈ ગઈ હતી. જો કે, આ પહેલા શેફાલી વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે કેચ પકડ્યા બાદ કંઇક અપશબ્દો બોલતી જોવા મળી રહી છે.

ટોસ હારીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરી  :

ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત સિંહે ટોસ હારી અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઓપનર બેથ મૂનીનો એક કેચ શેફાલી વર્મા તરફ ઉછળ્યો. તે ખૂબ જ આસાન કેચ હતો પરંતુ શેફાલી વર્માએ તેને છોડ્યો હતો. તે સમયે બેથ મૂની પોતાની અડધી સદી પૂરી કરી શકી નહોતી.

કેચ છૂટી ગયા બાદ બેથ મૂનીએ સતત ચોગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ ફરી એક વાર તક બની હતી. જ્યારે શિખા પાંડેના બોલ પર ફરીથી કેચ આવ્યો અને આ વખતે પણ ફિલ્ડર શેફાલી વર્મા હતી. આ વખતે તેણે આસાન કેચ કરી લીધો અને બેથ મૂનીને આઉટ કરી હતી.

કેચ કર્યાનો જશ્ન મનાવતા શેફાલી વર્માએ જે લિપ્સિંગ કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે શેફાલીએ કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો. જેનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. જેને લઈ સોશિયલ મીડિયા પર તેની આલોચના કરવામાં આવી રહી છે. યૂઝર્સ કહી રહ્યા છે કે જો શેફાલી વર્મા બેટિંગ કરતી વખતે પણ આ જ આક્રમકતા બતાવી હોત તો ભારતીય ટીમ આ મેચ પણ જીતી શકી હોત.

આ પણ વાંચો :-

Share This Article