૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

Share this story

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. ખાંસી, થાંક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામમાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આધાત્મિકતામાં વધારો થતો જણાય. સધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગેનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત સગુ ઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતાં મળતી જણાય. નવા કપડાંની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખોવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંધર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભયું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃ‌શ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકત થી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતાં-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉધારાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

મીનઃ

શેકચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજય, દૂરસંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત ય્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.