Thursday, Jan 29, 2026

વડતાલ ધામના સંત નૌતમ સ્વામી સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા, હરિભક્તોમાં વ્યાપી ચિંતા

1 Min Read
  • વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા છે.

ચાલુ સભામાં પ્રવચન કરતાં કરતાં ઢળી પડતા હરિભક્તોમાં ભારે ચિંતા વ્યાપી છે. તેઓ સભા સંબોધતા બેભાન થઇ જતા ઢળી પડ્યા હતા.

હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં જ્યારે નૌતમ સ્વામી સભાને સંબોધીને “જય શ્રી રામ” ના નારા કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા છે. આ અંગે આખો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે હાલમાં નૌતમ સ્વામીની તબિયત સ્થિર હોવાના સમાચાર છે. હાલ તે એકદમ તંદુરસ્ત છે. જો કે અચાનક ઢળી પડવાને કારણે તેમને કમરના ભાગે થોડી ઈજા થઈ છે. જેના કારણે તેઓ હાલ આરામમાં છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article