Saturday, Sep 13, 2025

મહારાષ્ટ્રમાં “એક હૈ તો સેફ હૈ” સૂત્ર પર રાહુલનો ભાજપ પર કટાક્ષ

2 Min Read

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવા માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધીએ “એક હૈ તો સેફ હૈ” ના તેમના ચૂંટણી સૂત્રને લઈ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ખાસ કરીને ધારાવી પ્રોજેક્ટને લઈને આક્ષેપો કર્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની આ ચૂંટણી એ વિચારધારાની ચૂંટણી છે. તેમાં એક તરફ અમીર અબજોપતિઓ છે, જેમણે મુંબઈની જમીન પર કબ્જો કરવાની ઈચ્છા પેદા કરી છે, અને બીજી તરફ ગરીબો અને સામાન્ય લોકો છે, જેમને આ જમીન પર ધ્યાન આપવાની જરૂર છે. અબજોપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં જાય. એક અબજોપતિને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે તેવો અંદાજ છે.

રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીનો શું ટાર્ગેટ હશે. તેમણે કહ્યું, “અમારી વિચારસરણી એ છે કે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો અને બેરોજગારોની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે.” અમે દરેક મહિલાના બેંક ખાતામાં ₹3000 જમા કરાવીશું. મહિલાઓ અને ખેડૂતો માટે બસની મુસાફરી મફત રહેશે. 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. સોયાબીન માટે 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP આપવામાં આવશે. અત્યારે અમે તેલંગાણા, કર્ણાટકમાં જાતિ ગણતરી કરી રહ્યા છીએ. અમે તેને મહારાષ્ટ્રમાં પણ કરાવીશું.

આ પણ વાંચો :-

Share This Article