Saturday, Sep 13, 2025

Prithvi Shaw : રસ્તાની વચ્ચે બેઝબોલના બેટ સાથે પૃથ્વી શોની છોકરી સાથે ઝપાઝપી, વીડિયો સામે આવ્યો

3 Min Read

Prithvi Shaw fight with a girl with a baseball bat

  • ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉ અને તેના મિત્રો પર હુમલાના મામલામાં એક વીડિયો સામે આવ્યો છે. પૃથ્વી શૉ પર સપના ગિલ દ્વારા મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Prithvi Shaw : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉને (Prithvi Shaw) લઈને એક ગંભીર મામલો સામે આવી રહ્યો છે. એક મહિલા ચાહકે પૃથ્વી શૉ પર  મારપીટનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટના મુંબઈના (Mumbai) સાંતાક્રુઝની (Santa Cruz) એક ફાઈવ સ્ટાર હોટલમાં સામે આવી છે. જ્યારે પૃથ્વી શૉ વતી એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોએ તેમના અને તેમના મિત્રો પર બેઝબોલ બેટથી (Baseball bat) હુમલો કર્યો છે. જ્યારે એક વીડિયોમાં પૃથ્વી શૉ બેઝબોલ સાથે જોવા મળી રહ્યો છે અને તે છોકરી સાથે ઝપાઝપી પણ કરી રહી છે.

પૃથ્વી શૉના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે આપેલી ફરિયાદ મુજબ તેના પર બેઝબોલ બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ કારનો પીછો કર્યો હતો અને પૈસા ન આપવા બદલ ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. સુરેન્દ્રએ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ 8 લોકોમાંથી સના ઉર્ફે સપના ગિલ અને શોભિત ઠાકુર નામના બે લોકોની ઓળખ હોટલના મેનેજરે પોતે કરી હતી અને પોલીસને જણાવ્યું હતું. હવે આ કેસમાં સપનાના વકીલ અલી કાશિફ ખાને પૃથ્વી શૉ પર મારપીટનો આરોપ લગાવ્યો છે.

તેણે કહ્યું, ‘પૃથ્વી શોએ સપના પર હુમલો કર્યો. પૃથ્વી શૉના હાથમાં પણ બેઝબોલ દેખાઈ રહી છે. પૃથ્વી શૉના મિત્રોએ અગાઉ પણ હુમલો કર્યો હતો. સપના હાલમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસે તેને મેડિકલ માટે જવાની પરવાનગી આપી નથી. તમને જણાવી દઈએ કે પૃથ્વી શૉનો એક વીડિયો વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના હાથમાં બેઝબોલ દેખાઈ રહી છે. આ દરમિયાન સપના ગિલ પૃથ્વી શૉના હાથમાં દેખાતી બેઝબોલને પકડીને જોવા મળી રહી છે.

સેલ્ફી લેવા પર આખો વિવાદ :

વાસ્તવમાં આ સમગ્ર મામલો બુધવારનો છે. જ્યારે પૃથ્વી શૉ તેના મિત્રો સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન જ આ તમામ વિવાદ સામે આવ્યો હતો. ફરિયાદ અનુસાર, રાત્રિભોજન દરમિયાન અજાણ્યા લોકો પૃથ્વી શૉ પાસે આવ્યા અને સેલ્ફી લેવાની માંગ કરી. શૉએ બે લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી, પરંતુ તે જ જૂથ ફરી પાછું ફર્યું હતું અને અન્ય આરોપીઓ સાથે સેલ્ફી લેવાનું કહ્યું હતું.

પૃથ્વી શૉએ આ વખતે એમ કહીને ના પાડી દીધી કે તે મિત્રો સાથે જમવા આવ્યો હતો અને ખલેલ પહોંચાડવા માંગતો નથી. ફરિયાદ મુજબ, જ્યારે તેમણે વધુ આગ્રહ કર્યો ત્યારે પૃથ્વીના મિત્રએ હોટેલ મેનેજરને ફોન કરીને ફરિયાદ કરી હતી. મેનેજરે તે લોકોને હોટેલમાંથી બહાર નીકળવા કહ્યું. આ પછી તેઓ બધા બહાર પૃથ્વી શૉની રાહ જોવા લાગ્યા.

આ પણ વાંચો :-

Share This Article