HomeNationalPM મોદી આજે પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલી ભારતીય ખેલાડીઓને મળ્યા

PM મોદી આજે પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલી ભારતીય ખેલાડીઓને મળ્યા

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના રોજ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. તેણે કહ્યું, મને ખાતરી છે કે આ વખતે પણ તમે રમત ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવશો.

Image

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. PM નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટ્સની મોટી ટુકડીને મળ્યા બાદ ‘X’ પર પોસ્ટ કર્યું કે તેમણે ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી અમારી ટુકડી સાથે વાત કરી. મને વિશ્વાસ છે કે અમારા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની ખેલદિલી અને સફળતા ૧૪૦ કરોડ ભારતીયોને આશા આપે છે. PM મોદીએ નીરજ ચોપરાને પૂછ્યું કે તેઓ તેમને તેમની માતા દ્વારા બનાવેલા દહીં ચુરમા ક્યારે ખવડાવશે. ત્યારે નીરજે કહ્યું કે હા સર, તે જલ્દી જ હરિયાણાથી ચુરમા લાવશે.

ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પણ હતા. મોદીએ નીરજ ચોપરા, બોક્સર નિખાત ઝરીન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories