Wednesday, Jan 28, 2026

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ૧૧ દિવસ વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યું, PM મોદીનો ખાસ સંદેશ

2 Min Read

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને આડે બહુ દિવસો બાકી નથી. ૨૨મી જાન્યુઆરીના રોજ જ રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ-પ્રતિષ્ઠા માટે ૧૧ દિવસ જ બાકી છે ત્યારે પીએમ મોદીએ કહ્યું છે કે, હવે રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર ૧૧ દિવસ બાકી છે અને હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ. હું આજથી ૧૧ દિવસની વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું. શબ્દોમાં મારી લાગણી વ્યક્ત કરવી મુશ્કેલ છે. પીએમ મોદીએ એક ઓડિયો સંદેશ જારી કરીને આ જાણકારી આપી છે. પીએમ મોદીએ આ ઓડિયો મેસેજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાહેર કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, અયોધ્યામાં રામલલાના અભિષેકને હવે માત્ર ૧૧ દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. ભગવાને મને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક નિમિત્ત બનાવ્યો છે. જેને ધ્યાનમાં રાખી હું આજથી ૧૧ દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યો છું.હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું. આ ક્ષણે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારી બાજુથી પ્રયાસ કર્યો છે.

ઓડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું છે કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનની પૂજા માટે આપણે પોતાનામાં રહેલી દિવ્ય ચેતનાને જાગૃત કરવી પડશે. આ માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન પ્રાણ-પ્રતિષ્ઠા પહેલા કરવાનું હોય છે. તેથી, મને કેટલાક તપસ્વી આત્માઓ અને આધ્યાત્મિક યાત્રાના મહાપુરુષો પાસેથી મળેલા માર્ગદર્શન અને તેમના દ્વારા સૂચવેલા યમ-નિયમો અનુસાર, હું આજથી ૧૧ દિવસની વિશેષ વિધિનો પ્રારંભ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. હું ઋષિ-મુનિઓ અને તપસ્વીઓના ગુણોનું સ્મરણ કરું છું અને જગતના લોકોને પ્રાર્થના કરું છું કે જેઓ ભગવાનનું સ્વરૂપ છે તેઓ મને આશીર્વાદ આપે. જેથી મનમાં, શબ્દોમાં અને કાર્યોમાં મારી બાજુથી કોઈ અભાવ ન રહે.

આ પણ વાંચો :-

Share This Article