Thursday, Oct 23, 2025

Pension Plan : તમને દર મહિને 9 હજાર રૂપિયા પેન્શન મેળવવાની તક ! કરો આ એક કામ 

3 Min Read

Pension Plan: You get a chance to get a pension

  • દરેક વ્યક્તિએ રિટાયરમેન્ટ પ્લાનિંગ જરૂર કરવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે તે માટે જરૂરી છે કે બચત અત્યારથી જ કરવા લાગીએ. રિટાયરમેન્ટ બાદ મોટાભાગના લોકોને નિયમિત આવકની ચિંતા હોય છે.

દરેક વ્યક્તિએ રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement planning) જરૂર કરવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે તે માટે જરૂરી છે કે બચત અત્યારથી જ કરવા લાગીએ. રિટાયરમેન્ટ (Retirement) બાદ મોટાભાગના લોકોને નિયમિત આવકની ચિંતા હોય છે. આથી તેઓ એવી જગ્યાએ પૈસા રોકવા ઈચ્છે છે કે જ્યાંથી તેમને વૃદ્ધાવસ્થામાં (Old Age) સારું પેન્શન મળી રહે.

પોતાની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સીનિયર સીટિઝન પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરી શકે છે. આ સરકારી યોજનામાં રેગ્યુલર રીતે આવક થાય છે. આ યોજનામાં હાલ રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

મોદી સરકારે 2017માં વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આ યોજના લોન્ચ કરી હતી. ભારતીય જીવન વીમા નિગમ આ યોજનાને સરકાર માટે ચલાવે છે. સીનિયર સીટિઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. આ યોજના સંલગ્ન શરતો અને નિયમો ખાસ જાણો.

પેન્શન મેળવવાના 4 વિકલ્પ :

એલઆઈસીની વય વંદના યોજના હેઠળ અરજીકર્તાની ન્યૂનતમ પ્રવેશ આયુ 60 વર્ષ છે અને પોલીસનો સમય 10 વર્ષ છે. તેમાં મિનિમમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિ માસ, 3 હજાર રૂપિયા પ્રતિ માસ, 6 હજાર રૂપિયા પ્રતિમાસ અને 12 હજા રૂપિયા પ્રતિ વર્ષ છે. જ્યારે વધુમાં વધુ માસિક પેન્શન 9250 રૂપિયા અને વાર્ષિક પેન્શન એક લાખ 11 હજાર રૂપિયા છે.

ગંભીર બીમારીમાં રકમ કાઢવાની સુવિધા :

આ યોજનામાં રોકાણ એક સાથે કરવાનું હોય છે અને તેના પર 7.4 ટકા વ્યાજ મળે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં પતિ અને પત્ની બંને 60 વર્ષની આયુમાં 15-15 લાખ રૂપિયા રોકાણ કરી શકે છે. પ્રધાનમંત્રી વય વંદના યોજનાની એક ખાસિયત એ છે કે તેમાં મેડિકલ ટેસ્ટની જરૂર હોતી નથી અને પોલીસીધારક ગંભીર બીમારી વખતે પૈસા કાઢી શકે છે. આવી પરિસ્થિતિઓમાં 98 ટકા રકમ પાછી મળે છે. જ્યારે પોલીસના 3 વર્ષ પૂરા થયા બાદ તેના પર લોન પણ લઈ શકાય છે.

જો તમે આ યોજનામાં ન્યૂનતમ દોઢ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તમને દર મહિને 1 હજાર રૂપિયા પેન્શન મળશે અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા રોકાણ કરો છો તો 9250 રૂપિયા માસિક પેન્શન મળશે. આ પેન્શનને તમે ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક આધાર ઉપર પણ લઈ શકો છો.

આ પણ વાંચો :-

Share This Article