Home Blog Page 978

અઢી વર્ષનાં મેયરપદેથી વિદાય પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલાની ભાવુકતા વાજબી પરંતુ સુરતીઓ નેતાગીરી કરી શક્યા નથી

  • કાશીરામ રાણા વર્ષો સુધી કેન્દ્ર સરકારમાં મંત્રીપદે હતા, ગુજરાત ભાજપનાં સુપ્રીમો કહેવાતા હતા પરંતુ પ્રભાવક નેતૃત્વ કરી શક્યા નહીં, ફકીર ચૌહાણ પણ માસ્તર પુરવાર થયા હતા.
  •  પ્રવીણ નાયક, નીતિન ભજીયાવાળા, અજય ચોક્સી સમયની રેતમાં ભુલાઈ ગયા, પૂર્ણેશ મોદી અને અરવિંદ રાણા ધારાસભ્ય છે, પરંતુ પક્ષમાં કેટલું મહત્ત્વ, દર્શના જરદોશ ત્રણ ત્રણ ટર્મથી સાંસદ અને કેન્દ્રિય મંત્રી પણ બન્યા પરંતુ નેતાગીરી કેટલી કરી શક્યા?
  • બધાની વચ્ચે હર્ષ સંઘવી ભાજપમાં અને સરકારમાં પોતાનું કદ, મહત્ત્વ વધારવામાં સફળ ખેલાડી પુરવાર થયા, કદાચ આવનારા વર્ષોમાં હર્ષ સંઘવી રાજ્ય અને કેન્દ્રમાં નિર્ણાયક પણ બની શકે.
  •  હેમાલી બોઘાવાલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જીવનમાં આવેલા ચઢાવઉતારને સમજવાની કોશીષ કરશે તો રાજકારણમાં સફળ થવાની જડીબુટ્ટી મળી જશે.
  • સ્વ. કિશોર વાંકાવાળાની આંગળી પકડીને ભાજપમાં આવેલા હેમાલી બોઘાવાલાએ વિતેલા અઢી વર્ષમાં પોતાની જાતને સક્ષમ પુરવાર કરી પરંતુ દિવસો દરમિયાન કેટલા કડવા ઘુંટડા પીધા હશે માત્ર હેમાલી બોઘાવાલા કહી શકે.

વર્તમાન રાજકીય પક્ષોમાં વ્યક્તિગત કેપેસિટી કરતા વફાદારી અને પક્ષીય જુથવાદમાં તમે ક્યાં જુથના છો એ તમારી લાયકાતનો માપદંડ બની જાય છે. તમારામાં વ્યક્તિગત કામ કરવાની કેપેસીટી અને આઈક્યુ એટલે કે મુદ્દાને સમજવાની ગમે તેટલી ક્ષમતા હોય તો પણ તમે કોઈ ચોક્કસ જુથના નથી તો રાજકીય જીવનમાં ટકી રહેવાનું લગભગ શક્ય નથી. મતલબ કે રાજકારણમાં સત્તા સ્થાને પહોંચવા માટે ‘ગોડફાધર’ કેટલો મજબૂત છે તેની ઉપર આધાર રહે છે.

હેમાલી બોઘાવાલા

સુરતીઓ મૂળભૂત રીતે વફાદારી અને નિર્લેપ સ્વભાવ ધરાવે છે અને એટલે જ રાજકીય તખ્તે ખૂબ ઓછા સુરતીઓને સ્થાન મળ્યું હશે. કોંગ્રેસની જાહોજલાલી હતી ત્યારે પણ સુરતીઓનું નિર્ણાયક વજુદ નહોતું. મતલબ કે કોઇકની આંગળી પકડવી પડતી હતી. કાશીરામ રાણા ભાજપના સુપ્રીમો કહેવાતા હતા ખૂબ લાંબો સમય કેન્દ્રમાં મંત્રીપદ અને ગુજરાત ભાજપનું પ્રદેશ પ્રમુખપદ ભોગવ્યું હતું. પરંતુ ભાજપના ઉદયકાળ પછી પણ એકપણ સુરતીને રાજકીય વારસદાર બનાવી શક્યા નહોતા બલ્કે તેમની આંગળી પકડીને રાજકારણમાં આવેલા સી.આર.પાટીલ માત્ર સંસદ સભ્ય જ નહીં પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના ભારેખમ અને નિર્ણાયક પ્રમુખ તરીકે હોદ્દો ભોગવી રહ્યા છે. બલ્કે સી.આર.પાટીલની આક્રમક સક્રિયતાને પગલે નીતિન ભજીયાવાળા, પુર્ણેશ મોદી જેવા અનેકનું રાજકીય અસ્તિત્વ ભુંસાઇ ગયું હતું. પૂર્વે શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા આજે ક્યાં છે? અને શું કરી રહ્યા છે તેની ગામમાં કોઇને ખબર નહીં હોય! ભાજપની ત્રીજી પેઢીના કાર્યકરો કદાચ નીતિન ભજીયાવાળાને ઓળખતા પણ નહીં હોય. આવું પ્રવીણ નાયક માટે પણ કહી શકાય. પ્રવીણ નાયકને બુધ્ધિ ચાતુર્યવાળા ચોક્કસ કહી શકાય પરંતુ પોતે દેસાઇ અનાવિલ સમાજમાંથી આવતા હોવા છતા એક સુરતી હોવાના નાતે તેઓ સ્વભાવગત લાંબુ કાંઠુ કાઢી શક્યા નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરભાવને કારણે પ્રવીણ નાયક રાજ્યસભાના સભ્ય પણ બન્યા પરંતુ દિલ્હીની માટી તેમનો સ્વભાવ બદલી શકી નહોતી. અને એટલે પ્રવીણ નાયક ફરી સુરતની શેરીઓમાં ભુલાઇ ગયા છે.

કાશીરામ રાણા

પ્રવીણ નાયકની જ પેઢીના ગણાતા અજય ચોકસીનું નામ પણ ઘણાને યાદ નહી હોય જ્યારે આ જ પેઢીના પૂર્ણેશ મોદી હાલમા ભાજપમા ટકી રહ્યા છે પરંતુ કેટલો લાંબો સમય ટકી શકશે એ નક્કી નથી. કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ એટલે કે નખશીખ સુરતી દર્શના જરદોશ ઘણી વખત ઉકળાટ કરતા સાંભળવા મળે પરંતુ ત્રણ ત્રણ ટર્મથી સાંસદ અને હવે તો કેન્દ્ર સરકારમાં મંત્રી હોવા છતાં પોતાનો મજબૂત સિક્કો જમાવી શક્યા નથી. અન્ય પક્ષોની માફક ભાજપમાં પણ રાજકીય કીચડ (ખટપટ) હશે પરંતુ કીચડને દૂર કરીને પોતાની જગ્યા કરવામાં દર્શના જરદોશ સબળ પુરવાર થયા નથી. અને હવે તો લોકસભાની ચૂંટણીઓ દરવાજે આવી ચૂકી છે.

પ્રવીણ નાયક

આ બધાની વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આજકાલ ભાજપમાં કદ વધી રહ્યું છે. સરકારના નિર્ણયોમાં તેમની અસરો અને હાજરી ચોક્કસ જોવા મળે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી યંગ મંત્રી હોવા ઉપરાંત સૌથી વધુ ખાતા ધરાવવાનો રેકોર્ડ પણ હર્ષ સંઘવી ધરાવે છે અને સુરતના લોકોએ થોડા વર્ષ પહેલા જોયેલો હર્ષ આજના તબક્કે એ ‘હર્ષ’ રહ્યો નથી. હર્ષ સંઘવીમાં ખૂબ જ ઝડપથી રાજકીય પરિપક્વતા આવી ગઈ છે અને આ રાજકીય પરિપકવતા જ હર્ષ સંઘવીને ભાજપની ટોચની નેતાગીરીનો વિશ્વાસ સંપાદન કરવા માટે નિર્ણાયક પુરવાર થશે.
ખેર, ગઇકાલે એટલે કે શુક્રવારે સુરત મનપાના મેયર સહિતના પદાધિકારીઓની છેલ્લી સામાન્ય સભા હતી. પોતાની ટર્મ પુરી થતી હોય એટલે હોદ્દો ખાલી કરતી વખતે વ્યક્તિ ચોક્કસ ભાવુક બની જાય. મનપાની સામાન્ય સભામાં ભાજપ શાસકોએ અઢી વર્ષના તેમના શાસનના લેખાંજોખાં રજુ કર્યા હતા. મેયર હેમાલી બોઘાવાલા સામાન્ય સભામાં વકતવ્ય આપતી વખતે ભાવુક બની ગયા હતા. આ સ્વભાવિક ઘટના હતી. પરંતુ ભાજપના વર્તમાન રાજકીય પ્રવાહમાં અઢી વર્ષ ટકી જવું એ પણ હેમાલી બોઘાવાલા માટે કઠીન હતું. ગરીમાપૂર્ણ મેયરનો હોદ્દો ભોગવતા હેમાલી બોઘાવાલાની ઘણી રાજકીય મજબૂરી હતી. અનેક વખત કડવા ઘુંટડા ગળી જવા પડ્યા હશે, કેટલીય વખત અપમાનિત સ્થિતિમાં મુકાઇ જવું પડયું હશે અને તેમ છતાં તેમણે મેયરપદની ગરિમા જાળવી રાખી હતી.

દર્શના જરદોશ

હેમાલી બોઘાવાલાની રાજકીય કારકીર્દિની શરૂઆત લગભગ ૨૦૦૫ના અરસામાં શરૂ થઇ હતી. સ્વ. ધારાસભ્ય કિશોર વાંકાવાલા ‘હેમાલી’ને ભાજપમાં લઈ આવ્યા હતા. મધ્યમવર્ગી પરિવારમાંથી આવતા હેમાલી બોઘાવાલા સ્વભાવે વિનમ્ર અને વફાદારીનો અદલ સુરતી સ્વભાવ ધરાવતા હોવાથી તેઓ ખૂબ જ સહજતાથી ભાજપ પરિવારમાં ભળી ગયા હતા. હોદ્દાની કોઇ મોટી મહત્વકાંક્ષા નહોતી પરંતુ તેમની સતર્કતા અને પક્ષ પ્રત્યેની વફાદારીને પગલે સ્થાનિક અને રાજ્યના ભાજપના નેતૃત્વની હેમાલી બોઘાવાલા ઉપર નજર પડી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની હૂંફ મળતા હેમાલી બોઘાવાલામાં છુપાયેલી શક્તિઓ નિખરી હતી અને આનંદીબેન પટેલના મજબૂત પીઠબળને કારણે હેમાલી બોઘાવાલા સુરત મહાનગર પાલિકાના મેયરપદ સુધી પહોંચી ગયા હતા સાથે તેમણે મેયરપદ અને પક્ષ બન્નેની ગરીમા જાળવી રાખી હતી.

આમ આદમી પાર્ટી જેવા તોફાની વિપક્ષને કારણે મનપાની સામાન્ય સભાના સંચાલનને લઈ ને પ્રારંભે હેમાલી બોઘાવાલાની ક્ષમતા સામે સવાલ ઊભા થઇ રહ્યા હતા પરંતુ વિતેલા અઢી વર્ષમાં હેમાલી બોઘાવાલાએ પોતાની રાજકીય પરિપકવતા અને સભા સંચાલનની ક્ષમતા પુરવાર કરી બતાવી હતી. શહેરના વિકાસકામો અંગે નિર્ણય લેવામાં ક્યારેય પીછેહઠ કરી નહોતી. બીજી તરફ પક્ષના નેતૃત્વના નિર્ણયની પણ ક્યારેય અવગણના થવા દીધી નહોતી.

હર્ષ સંઘવી

વિતેલા અઢી વર્ષ દરમિયાન એક વાત ઉડીને આંખે વળગે એવી હતી કે કોઇપણ જાહેર કાર્યક્રમો હોય મેયર હેમાલી બોઘાવાલાની હાજરી અચુક જોવા મળી હતી. સામાજિક, ધાર્મિક કે પછી પક્ષના કાર્યક્રમો હોય મેયર તરીકે હેમાલી બોઘાવાલાની હાજરી જોવા મળે જ કદાચ સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં આ નોંધપાત્ર ઘટના હશે અને હવે તો હેમાલી બોઘાવાલા રાજકીય પરિપકવ થઈ ચૂક્યા છે. જાહેર જીવનના અને રાજકીય પક્ષના અાટાપાટાને તેઓ ખૂબ જ બારીકાઈથી સમજી ગયા છે અને એટલે જ તેઓ ઉપર જુથવાદનો ઠપ્પો લાગ્યો નથી. હેમાલી બોઘાવાલાનો વ્યક્તિગત સિધ્ધાંત છે કે સત્તા સામે શાણપણ કરવાનુ નહીં. વ્યક્તિ કરતા પક્ષને વફાદાર રહીને પક્ષ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હોદ્દેદારના આદેશને શિરોમાન્ય માનીને કામ કરતા રહેવું. તેમનો આ સિધ્ધાંત જ કદાચ તેમના રાજકીય ભવિષ્યને વધુ ઉજજવળ બનાવશે અને તળ સુરતીઓનું પીઠબળ મળતું રહેશે તો બની શકે કે આવનારા સમયમાં ભાજપના રાજય અને કેન્દ્રીય નેતૃત્વમાં તેમનુ નામ બોલાતું હશે.

સી.આર. પાટીલ

હેમાલી બોઘાવાલાના રાજકીય જીવનમાં કોણ ગોડફાધર હશે એ જાણી શકાય નહી પરંતુ રાજકીય જીવનમાં કઈ રીતે સફળ થઈ શકાય એ સમજવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના રાજકીય જીવનમાં આવેલા ચઢાવ ઉતારને સમજવાની કોશિષ કરશો તો રાજકીય ક્ષેત્રે મજબૂતી સાથે સફળ થવાની જડીબુટ્ટી મળી જશે.

આ પણ વાંચો :-

સસ્તી લોકપ્રિયતા મેળવવાના ધંધા ? પાકિસ્તાની એક્ટરે પ્રિયંકા ચોપડાને ભયાનક કહી તો….

  • પાકિસ્તાનના એક એક્ટરે પ્રિયંકા ચોપરાને લઈને એવી વાતો કહી છે જેને સાંભળીને યુઝર્સ ગુસ્સે ભરાઈ ગયા છે. એક્ટરે પ્રિયંકાને ભયાનક કહી દીધી છે આટલું જ નહીં નોકરાણી જેવા શબ્દો પણ વાપર્યા છે.

પ્રિયંકા ચોપડા બોલિવુડ એક્ટ્રેસથી ગ્લોબલ આઈકોન બની ચુકી છે. દેશ અને દુનિયામાં તેના ટેલેન્ટ અને સુંદરતાને લઈને ચર્ચા થઈ રહી છે. જોકે પાકિસ્તાની એક્ટર મુઅમ્મર રાણાને આમ નથી લાગતું. ૪૯ વર્ષના મુઅમ્મર રાણાએ પાકિસ્તાની યુટ્યુબર નાદિર અલીની પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ સમયે તેમણે પ્રિયંકા ચોપડાને લઈને એવી વાત કહી જેને સાંભળીને કોઈને પણ ગુસ્સો આવી શકે છે.

પોડકાસ્ટથી સામે આવેલા એક વીડિયોમાં નાદિર, મુઅમ્મરને પુછવામાં આવ્યું કે તેમને કયા સેલેબ અત્યાર સુધી ભયાનક લાગ્યા છે. તેમને તેના પર પ્રિયંકા ચોપડાનું નામ લીધું. સાથે જ એક્ટરે પ્રિયંકાને કાળા નક અને નોકરાણી પણ કહી.

પ્રિયંકા પર ક્રશ તે દિવસે ખતમ થઈ ગયો  :

મુઅમ્મર રાણાએ એક કિસ્સો સંભળાવતા કહ્યું કે એક વખત તેમની મુલાકાત પ્રિયંકા ચોપડા સાથે થઈ હતી. એક્ટ્રેસ એક ઈવેન્ટમાં તેમના બાજુમાં આવીને બેઠી હતી અને તે તેમને ઓળખી ન શકી. રાણાએ કહ્યું તેમનો પ્રિયંકા પર ક્રશ તે દિવસે પુરો થઈ ગયો હતો.

ત્યાં જ ‘ગદર-૨’ એક્ટ્રેસ અમીષા પટેલને રાણાએ અસલી સુંદર મહિલા ગણાવી હતી. તેમનું કહેવું છે કે અમીષાના ચહેરાના એક્સપ્રેશન તેમને પસંદ છે. આ કહેતા તે શરમાતા પણ જોવા મળ્યા.

એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “આ શું મેડ છે. હકીકતે આ લોકોનું મગજ ગટમાં છે.” બીજા એક યુઝરે લખ્યું, “બે મર્દ આરામથી બેસીને એક મહિલાને બોડીશેમ કરી રહ્યા છે અને તેને ભદ્દા નામોથી બોલાવી રહ્યા છે. આજના કલ્ચર વિશે આ ઘણુ બધુ કહે છે.”

અન્ય એક યુઝરે લખ્યું, “હું પ્રિયંકાનો ફેન નથી પરંતુ જરૂર કહીશ કે શોના હોસ્ટનો કોઈ ક્લાસ નથી. કેટલી શરમજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. બ્લેક સોલ્ટ, નોકરાણી, ભયાનક, આ બધુ શું છે?

આ પણ વાંચો :-

વાહ મોદીજી વાહ ! સભામાં હાજર યુવક ચક્કર આવતા અચાનક ઢળી પડ્યો, મોદીએ પોતાના ડોક્ટરને….

0
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રીસ પ્રવાસ બાદ શનિવારે બેંગલુરુ પહોંચ્યા અને ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રીસ પ્રવાસ બાદ શનિવારે બેંગલુરુ પહોંચ્યા અને ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ત્યાં હાજર વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા અને ચંદ્રયાન-૩ના સફળ મિશન માટે અભિનંદન આપ્યા.

આ પછી જ્યારે પીએમ મોદી દિલ્હી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી જ્યારે પાલમ એરપોર્ટ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ બેભાન થઈને પડી ગયો હતો. જેને પીએમની ડોક્ટર ટીમે સારવાર આપી હતી.

હકીકતમાં, જ્યારે વડાપ્રધાન મોદી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર આ વ્યક્તિ પર પડતાં જ તેમણે કહ્યું, ‘મારી સાથે જે ડોક્ટરોની ટીમ છે, જરા તેમને ત્યાં મોકલી દો. ડોક્ટર જરા જોઈએ લો તેમને. તેમને હાથ પકડીને ક્યાંક લઈ જાઓ, તેમને બેસાડો અને તેમના જૂતા વગેરે ઉતારી નાખો.’

એરપોર્ટ પર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘મારું સૌભાગ્ય છે કે તમે બધા અહીં આટલા મોટા પ્રમાણમાં આવ્યા અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરી અને મને પણ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું. આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

આ પણ વાંચો :-

સુહાગરાતે દુલ્હનની હાલત જોઈ ભાંગી પડ્યો વરરાજા, પત્ની પેટમાં લઈને આવી હતી…..

0
  • ઘટના એવી છે કે હવે આ કેસમાં પોલીસની એન્ટ્રી થઈ છે. મલમાં સીઓ સેકન્ડ આશિષ પ્રતાપ સિંહ કહે છે કે આ પ્રકરણની ફરિયાદ SSPને કરવામાં આવી હતી. તેમણે મને તપાસ માટે તેમની પાસે મોકલ્યો છે. નિવેદનના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

યુપીના બરેલીમાં (Bareilly) કિલ્લાના સરાઈ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્ન બાદ દુલ્હન (Bride Pregnant) ૮ મહિનાની ગર્ભવતી નીકળી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વરરાજાના પરિવારજનોએ આ અંગે એસએસપીને ફરિયાદ કરી છે.

ફરિયાદ બાદ એસએસપીએ સીઓ સેકન્ડ આશિષ પ્રતાપને તપાસ અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. એસએસપીએ સીઓ ફોર્ટને તપાસ કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, કિલ્લાનો યુવક ફૂટવેરની દુકાનમાં કામ કરે છે. તેના લગ્ન દસ દિવસ પહેલા જ વિસ્તારની એક યુવતી સાથે થયા હતા.

દસ દિવસ પછી નવી વધૂને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો. વરરાજાએ ડોક્ટરને બોલાવીને બતાવ્યું પછી ડોક્ટરે જે કહ્યું એ સાંભળીને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. નવવધૂ ગર્ભવતી હોવાની જાણ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. લગ્નના દસ દિવસ બાદ યુવતી ૮ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે કેટલાક લોકો એવું પણ કહે છે કે યુવક અને યુવતી વચ્ચે પહેલાથી જ સંબંધ હતા જ્યારે યુવકનું કહેવું છે કે તેને યુવતી સાથે કોઈ અફેર નથી. યુવતીના પરિવારજનોએ તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. લગ્ન બાદ યુવતી ઘરે આવી ત્યારે ખબર પડી કે તે આઠ માસનો ગર્ભ છે.

આ પછી પરિવારમાં હોબાળો મચી ગયો હતો. હવે વર પક્ષનું કહેવું છે કે યુવતીના લખનૌના રહેવાસી તેની બહેનના દેવર સાથે સંબંધો હતા અને આ બાળક પણ તેનું જ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ યુવતી તેના પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેના પરિવારજનોએ તેને લગ્ન કરવા દબાણ કર્યું.

નવ વધૂનો મેડિકલ ટેસ્ટ થશે :

યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ઘરવાળા તેના પ્રેમી લગ્ન કરાવવા માગતા ન હતા. જેના કારણે તેણે મારી સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. હવે અમે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસ અધિકારીઓ તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.

આ મામલે સીઓ સેકન્ડ આશિષ પ્રતાપ સિંહનું કહેવું છે કે આ પ્રકરણની ફરિયાદ SSPને કરવામાં આવી હતી. તેમણે મને તપાસ માટે તેમની પાસે મોકલ્યો છે. નિવેદનના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દુલ્હનની મેડિકલ તપાસ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેથી સત્ય જાણી શકાય.

આ પણ વાંચો :-

 

વડોદરામાં ગરમ મસાલા મૂવી જેવી કહાની : ૪ ગર્લફ્રેંડને ઈમ્પ્રેસ કરવા બન્યો નકલી પાયલોટ

0
  • વડોદરામાં (Vadodara) એક રિયલ લાઈફ અક્ષય કુમાર પકડાયો છે. ના અમે અહીં ફિલ્મ સ્ટાર અક્ષયની નહીં પણ ફિલ્મી કિરદાર જેવી જીંદગી જીવવા માગતા ડુપ્લીકેટ અક્ષયની વાત કરી રહ્યા છીએ.

વડોદરામાં એક રિયલ લાઈફ અક્ષય કુમાર પકડાયો છે. ના અમે અહીં ફિલ્મ સ્ટાર અક્ષયની નહીં પણ ફિલ્મી કિરદાર જેવી જીંદગી જીવવા માગતા ડુપ્લીકેટ અક્ષયની વાત કરી રહ્યા છીએ. આપે અક્ષય કુમાર અને જોહ્ન અબ્રાહમની ગરમ મસાલા મુવી તો જોઈ હશે.

તેમાં અક્ષય પોતાની ત્રણ ગર્લફ્રેંડસને ઈંમ્પ્રેસ કરવા માટે શું ના શું કાંડ કરે છે. જોકે અંતમાં ભાંડો ફૂટી જાય છે અને આવું જ કાંઈક વડોદરાના એક યુવાન સાથે પણ થયું છે. તેની કહાની પણ કાંઈક આ ઘટનાથી થોડીક અમથી મળતી આવી રહી છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે વડોદરાનો એક યુવાન પોતાની ચાર ગર્લફ્રેંડસ વચ્ચે પોતાનો વટ પાડવા માટે નકલી પાયલોટ બની ગયો હતો. વડોદરાનો એક શખ્સ પોતાને એર ઈન્ડિયાનો પાયલોટ હોવાની ઓળખ આપી એરપોર્ટમાં પ્રવેશતા સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો છે. પ્રથમ તો સુરક્ષા કર્મચારીઓને આતંકી હોવાની શંકા ગઈ હતી. કડક હાથે કાર્યવાહી શરૂ થઈ અને તુરંત તેની પુછપરછ કરતા જે હકીકતો સામે આવી તે ચોંકાવનારી હતી.

મીડિયાના અહેવાલોમાં જાણકારી મળી રહી છે કે તેની પુછપરછમાં ખુલાસો થયો કે તે ખરેખરમાં અસલી પાયલોટ બનવા માગતો હતો પરંતુ તેનું કહેવું છે કે તેની અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ચાર ગર્લફ્રેન્ડસ છે. જે યુવતીઓને તે પાયલોટના યુનિફોર્મ સાથેના ફોટોઝ મોકલીને ઈમ્પ્રેસ કરતો હતો.

આ યુવકનું નામ રક્ષિત માંગેલા છે અને તે ૨૦ વર્ષનો છે. તે મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે પણ યુવક પાસે જ તેની ગર્લફ્રેંડને મેસેજ કરાવ્યો કે પોતે પાયલોટ નથી. જોકે મીડિયાના અહેવાલો પ્રમાણે આ યુવાનને બાદમાં જવા દેવાયો હતો.

આ પણ વાંચો :-

 

ગદર ૨ની કમાણી ૫૦૦ કરોડને પાર : બની ગઈ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ, શું પઠાણનો રેકોર્ડ તોડશે

  • હજુ પણ દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. એવામાં ફિલ્મે ભારતમાં ૪૦૦ કરોડ તો વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

ગદર ૨ એ કેટલી કમાણી કરી ? ગદર ૨ બોક્સ ઓફિસ કલેક્શન શું છે ? શું ગદર ૨ની કમાણી ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે ? શું ગદર ૨ પઠાણ કરતાં સારી છે? આવા અનેક પ્રશ્નો ચાહકોના મનમાં ઉદ્ભવતા જ હશે કારણ કે આજકાલ દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા છે.

ફિલ્મે ભારતમાં ૪૦૦ કરોડ તો વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડથી વધુ કમાણી કરી :

તો જણાવી દઈએ કે ફિલ્મે ભારતમાં ૪૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ ફિલ્મે ૧૪માં દિવસે વર્લ્ડવાઈડ રજનીકાંતના જેલરનો ૫૦૦ કરોડથી વધુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ચાહકો એ જણાવ આતુર છે કે શું ગદર ૨ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.

૧૪માં દિવસે ગદર ૨ એ કર્યું આટલું કલેક્શન  :

બોક્સ ઓફિસ ટ્રેકરના પ્રારંભિક આંકડા અનુસાર ગદર ૨ એ ૧૪માં દિવસે માત્ર ૮.૨૦ કરોડનું કલેક્શન કર્યું છે, ત્યારબાદ ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન ૪૧૮.૯૦ કરોડ થઈ ગયું છે. બીજી તરફ વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે ૫૩૦ કરોડથી વધુની કમાણી કરી છે.

બીજા અઠવાડિયામાં કેટલી કમાણી કરી :

બીજા અઠવાડિયામાં કમાણીની વાત કરીએ તો ગદર ૨ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૨૮૪.૬૩ કરોડની કમાણી કરી હતી, તો ૮માં દિવસે ૨૦.૫ કરોડ, ૯માં દિવસે ૩૧.૦ કરોડ, ૧૦માં દિવસે ૩૮.૯ કરોડ, ૧૧માં દિવસે ૧૩.૫૦ કરોડ, ૧૨ દિવસે ૧૨.૧૦ કરોડ તો ૧૩માં દિવસે ૧૦ કરોડની કમાણી કરી હતી.

નોંધનીય છે કે ગદર ૨ એ ૨૦૦૧ની હિટ ફિલ્મ ગદરની સિક્વલ છે, જેમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ફરી એકવાર જોવા મળ્યા છે. અને ફિલ્મનું પ્રમોશન અને બાકી ખર્ચા સહિત કુલ બજેટ માત્ર ૮૦ કરોડ છે.

આ પણ વાંચો :-

 

શિક્ષિકાએ ક્લાસના બાળકો પાસે મુસ્લિમ વિદ્યાર્થીને લાફા મરાવ્યા તો રાહુલ ગાંધીનો….

0
  • યુપીના મુઝફ્ફરનગરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલ ચલાવતી મહિલા શિક્ષિકા એક મુસ્લિમ વિદ્યાર્થીને ક્લાસના અન્ય બાળકોથી માર મરાવી રહી છે.

યુપીના મુઝફ્ફરનગરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલ ચલાવતી મહિલા શિક્ષિકા એક મુસ્લિમ વિદ્યાર્થીને ક્લાસના અન્ય બાળકોથી માર મરાવી રહી છે. તે એક પછી એક અન્ય વિદ્યાર્થીઓને બોલાવી રહી છે જે તેની બાજુમાં ઉભેલા વિદ્યાર્થીના ગાલ પર થપ્પડ મારી રહ્યા છે.

બાજુમાં ઊભેલો બાળક રડી રહ્યો છે પરંતુ શિક્ષિકાને કોઈ ફરક પડી રહ્યો નથી. મહિલા પાસે એક પુરુષ બેઠો છે. બંનેની વાત થઈ રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તે જ સમયે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસ્લિમ વિદ્યાર્થી સાથેની લડાઈનો વીડિયો ટવીટ કર્યો છે.

વાસ્તવમાં વીડિયો મુઝફ્ફરનગરના મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુબ્બાપુર ગામનો છે. અહીં તૃપ્તા ત્યાગી નામની મહિલા શિક્ષિકા શાળા ચલાવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તૃપ્તા ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. તેની પાસે એક વિદ્યાર્થી ઉભો છે. ડઝનબંધ વિદ્યાર્થીઓ નજીકમાં જમીન પર બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

તૃપ્તા એક પછી એક જમીન પર બેઠેલા વિદ્યાર્થીઓને બોલાવે છે અને પોતાની પાસે ઉભેલી વિદ્યાર્થીનીના ગાલ પર થપ્પડ મારવાનું કહે છે. અન્ય વિદ્યાર્થીઓ લાઈનમાંથી આવી રહ્યા છે અને ઉભેલા છોકરાના ગાલ પર થપ્પડ મારી રહ્યા છે.

પીડિત વિદ્યાર્થીને અનેક થપ્પડ મારવામાં આવી :

તૃપ્તાની સામે એક માણસ બેઠો છે. તે તેની સાથે વાત કરી રહી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે કંઈક કહેતા સાંભળવા મળે છે. પછી તે બે વિદ્યાર્થીઓને બોલાવે છે અને કહે છે કે તમે લોકો આને એક-એક લાફો મારો. મેડમના કહેવા પર બે વિદ્યાર્થીઓ આવે છે અને પીડિત વિદ્યાર્થીના ગાલ અને પીઠ પર જોરથી મારે છે. પીડિત વિદ્યાર્થિની ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગે છે. પરંતુ મહિલા શિક્ષિકા અને તેની બાજુમાં બેઠેલા પુરુષને તેના પર દયા નથી આવતી.

પોલીસ કેસની તપાસ કરી રહી છે :

વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સીઓ ડો.રવિશંકરનું કહેવું છે કે, સ્કુલના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સાથે જ એક મહિલા શિક્ષક દ્વારા ધાર્મિક ટીપ્પણી કરવાનો મામલો સામે આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. મંસૂરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બંને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે :

મુઝફ્ફરનગરના બેઝિક એજ્યુકેશન ઓફિસર શુભમ શુક્લાનું કહેવું છે કે આ મામલે બે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શિક્ષિકા ઉશ્કેરી રહી છે અને બાળકો એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. આ કેસમાં બંને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

કાળોતરા નાગનાં ડંખથી બોય ફ્રેન્ડનો લીધો જીવ, હવે બની શકે છે….

0
  • ઉત્તરાખંડની સાથે દેશભરમાં ફેમસ થયેલા બિઝનેસમેન અંકિત ચૌહાણની હત્યાના મામલામાં વેબ સિરીઝ પણ બનવા જઈ રહી છે. સાપ કરડવાના આ અનોખા મામલાને લઈને મુંબઈના એક ડિરેક્ટર હવે વેબ સિરીઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાનું જાણવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડની સાથે સાથે દેશભરમાં ફેમસ થયેલા બિઝનેસમેન અંકિત ચૌહાણની હત્યાના મામલામાં વેબ સિરીઝ પણ બનવા જઈ રહી છે. સાપ કરડવાના આ અનોખા મામલાને લઈને મુંબઈના એક ડિરેક્ટરે, SSP પંકજ ભટ્ટનો સંપર્ક કર્યો છે. આ બાબતે વેબ સિરીઝ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરીને સમગ્ર ઘટનાની માહિતી માંગી હતી.

ઉત્તરાખંડના હલ્દવાની માંથી સામે આવેલ આ ઘટના સાપના ડંખથી હત્યાનો ત્રીજો કેસ હતો. ૧૫ જુલાઈના રોજ હલ્દવાની તીન પાણીમાં બિઝનેસમેન અંકિત ચૌહાણનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. પગ પર સાપ કરડવાના નિશાન હતા. શંકાના આધારે તપાસ કરવામાં આવતાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે સાપેરા રમેશ નાથને પકડીને આ કેસનો ખુલાસો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર અંકિતની ગર્લફ્રેન્ડ માહીએ તેને સાપનો ડંખ મરાવી તેની હત્યા કરી હતી. આ પછી માહી, તેના સાથી દીપ કંદપાલ, નોકર રામાવતાર, તેની પત્ની ઉષાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો દેશભરમાં હેડલાઇન્સમાં રહ્યો હતો. માહી પણ અચાનક જ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગઈ. હવે આ વાર્તા મુંબઈની ફિલ્મી દુનિયા સુધી પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં આના પર એક વેબ સિરીઝ બનવા જઈ રહી છે.

આ હત્યાકાંડની આખી વાર્તા પુસ્તક અને મેગેઝિનમાં પણ પ્રકાશિત કરવામાં આવશે. માહી અને અંકિતની પ્રેમ કહાનીથી દર્દનાક અંત સુધીની સફર ટૂંક સમયમાં પુસ્તક અને મેગેઝિનમાં પ્રકાશિત થવા જઈ રહી છે. પોલીસમાંથી નિવૃત્ત IPS એક પુસ્તક લખવા જઈ રહ્યા છે. આ સિવાય આ ઘટના બહુ જૂના મેગેઝીનમાં પ્રકાશિત થવા જઈ રહી છે.પુસ્તક અને મેગેઝિન સાથે સંકળાયેલા લોકોએ એસએસપી પંકજ ભટ્ટને મળીને હત્યાકાંડની સંપૂર્ણ વિગતો નોંધી છે.

મને મુંબઈથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાને વેબ સીરિઝનો ડાયરેક્ટર ગણાવ્યો હતો. તેમણે અંકિત હત્યા કેસ અંગે પૂછપરછ કરી હતી. આ પછી સંબંધિત વ્યક્તિએ હલ્દવાની આવીને મળવાનું કહ્યું છે. એક નિવૃત્ત IPS અને જૂના મેગેઝિન સાથે સંબંધિત વ્યક્તિએ પણ હત્યાકાંડ પર વાર્તા લખવાની વાત કરી છે. તેવું હલ્દવાનીનાં SSP પંકજ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું.

આ પણ વાંચો :-

જો આજે લોકસભા ચૂંટણી થાય તો આ રાજ્યમાં થાય NDAની હાર, સર્વેમાં કરવામાં આવ્યો દાવો

0
  • TMC ચીફ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં NDAને ૧૮ અને INDIA ૨૪ બેઠકો મળી શકે છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓમાં લાગેલા તમામ રાજકીય પક્ષોની પરીક્ષા આડે હવે બહુ દિવસો બાકી નથી. થોડા મહિનાઓ પછી પરિણામો બધાની સામે હશે અને ખબર પડશે કે કોની સરકાર છે? આ પહેલા અનેક સમાચાર સંસ્થાઓ સર્વે દ્વારા વર્તમાન સ્થિતિને જાણવાનો પ્રયાસ કરી રહી છે.

સી-વોટર ફોર ઈન્ડિયા ટુડે દ્વારા આવો જ એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે કયા રાજ્યોમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની હાર થઈ શકે છે. આ રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તમિલનાડુ અને કેરળમાં NDAની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે.

કયા રાજ્યમાં કેટલી બેઠકો છે તેનો અંદાજ :

સર્વે મુજબ બિહારમાં NDAને ૧૪ અને ઈન્ડિયા એલાયન્સને ૨૬ સીટો મળી શકે છે. પંજાબમાં એનડીએને માત્ર ૧ સીટ જ્યારે INDIAને ૧૨ સીટ મળી શકે તેમ દર્શાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો એનડીએને ૨૦ અને અખિલ ભારતીય ગઠબંધનને ૨૮ બેઠકો મળવાનું દર્શાવવામાં આવ્યું છે. અહીં પણ ભાજપને તોડફોડનો કોઈ ફાયદો દેખાતો નથી. બીજી તરફ TMC ચીફ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં NDAને ૧૮ અને INDIA ૨૪ બેઠકો મળી શકે છે.

દક્ષિણ ભારતના આ રાજ્યોમાં સૂપડા સાફ :

જો દેશના દક્ષિણી રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુને એવું રાજ્ય બતાવવામાં આવ્યું છે જ્યાં એનડીએ ગઠબંધનને એક પણ સીટ મળી નથી. અહીં રાજ્યની તમામ ૩૯ લોકસભા બેઠકો ભારત ગઠબંધનને આપવાનો અંદાજ છે. ગત વખતે પણ એનડીએને એકપણ સીટ મળી ન હતી. આ ઉપરાંત, ભારત ગઠબંધન કેરળમાં પણ ક્લીન સ્વીપ કરે તેવું લાગે છે. કેરળમાં ૨૦માંથી ૨૦ સીટો ઈન્ડિયા એલાયન્સના ખાતામાં જતી દર્શાવવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકારના મંત્રીમંડળમાં ત્રણ નવા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. વિંધ્યથી રાજેન્દ્ર શુક્લા, મહાકૌશલથી ગૌરીશંકર બિસેન અને બુંદેલખંડમાંથી રાહુલ લોધીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે ત્રણેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ત્રણ નવા મંત્રીઓને કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યો છે. ગૌરી શંકર બિસેન ઓબીસીમાંથી આવે છે. એવું માનવામાં આવે છે કે મહાકૌશલ ક્ષેત્રમાં તેમનો ઘણો પ્રભાવ છે. બીજી તરફ, રાજેન્દ્ર શુક્લ બ્રાહ્મણોના મોટા નેતા માનવામાં આવે છે અને વિંધ્ય પ્રદેશમાં તેમનો પ્રભાવ છે.

આ પણ વાંચો :-

ચંદ્ર પર ધૂળ ઉડે ખરી ? ચંદ્રયાનના કથિત ડિઝાઈનર મિતુલ ત્રિવેદીના દાવાઓમાં કેટલો દમ ?

0
  • Chandrayaan-3ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે.

Chandrayaan-૩ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રોના હવાલેથી કેટલાક મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયેલી વિગતો પ્રમાણે મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ ઈસરો સાથે સંકળાયેલો નથી.

મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ :

૨૩ ઓગસ્ટે Chandrayaan-૩ના સફળ લેન્ડિગ બાદ સુરતનો મિતુલ ત્રિવેદી ચર્ચામાં હતો કારણ કે તેણે દાવો કર્યો હતો કે, ચંદ્રયાન-૩ની ડિઝાઈન તેણે જ બનાવી છે. આટલું જ નહીં મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આથી બધાને એવું લાગ્યું કે તેણે જ ચંદ્રયાન-૩ની ડિઝાઈન બનાવી છે.

આ ઓડિયો ક્લિપમાં મિતુલ તેમના શિક્ષકને જણાવી રહ્યા છે કે, ચંદ્રયાનની મારી બનાવેલી ડિઝાઈનના કારણે ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન ઘણી ઓછી ધૂળ ઉડી. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થયો કે, ચંદ્ર પર તો વાતાવરણ એટલે કે હવા જ નથી તો ધૂળ ઉડે તો પણ કેવી રીતે ઉડે?

શું કહ્યું ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટે ?

આ અંગે અમે ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટ ચિંતન ભટ્ટ સાથે વાતચિત કરી જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “પહેલા તો હું તમને જણાવી દઉં કે આ વાતમાં મને કોઈ ઓથેન્ટિક હોય એવું લાગતું નથી કે આ ડિઝાઈન તેણે બનાવી હોય.

ISROમાંથી કોઈએ એવો ક્લેઈમ નથી કર્યો કે “આ મેં ડિઝાઈન કર્યું છે.” અમારૂ એ કલ્ચર નથી, કે આવી રીતે મીડિયામાં અમે જઈને કહીએ. એ ઓફિશિયલ ચેનલ થ્રુ જ આવે. હું ઘણા સમયથી ઈસરો સાથે કનેક્ટેડ નથી. એટલે મિતુલ ISRO સાથે સંકળાયેલો છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ ન હોવાના ચાન્સિસ વધારે છે.”

ચંદ્ર પર ધૂળ ઉડે ખરી :

સાથે જ ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર લેન્ડ થયું ત્યારે ધૂળની ડમરીઓ ઉડે કે કેમ અથવા ઓછી ઉડે કે ન ઉડે એ અંગે પણ જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “ધૂળની ડમરીઓ ઉછળવા પાછળ શક્યતાઓ એટલા માટે હોય કારણ કે, પ્રોપલેન્ટ ખૂબ જ ફોર્સથી હવા છોડતા હોય છે. જેના કારણે ધૂળ ઉડી શકે. ધૂળ ઉડે ખરી એ વાત સાચી, વાતાવરણ નથી એટલે એની જાતે જાતે કશું ન થાય, પણ ફોર્સથી જે અગ્નિ આવતું હોય એના લીધે ઉડી શકે.”

આ પણ વાંચો :-