Home Blog Page 940

૧૩,ઓક્ટોબર/ ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, પણ લાઈફ પાર્ટનર સાથે વિવાદ, કઈ રાશિના જાતકોનો શુક્રવાર કેવો રહેશે ? જુઓ રાશિ ભવિષ્ય

0

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નાના-ભાઇ, નોકરી, ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.
વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય.
મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.
કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.
સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.
કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.
તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.
વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શક્ય.
ધનઃ
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.
મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.
કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દીધો.
મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

ભરૂચ દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૪ ના મોત

0

રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે ભરૂચના કેલોદ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકો અકસ્માત સર્જાતા ૪ લોકો કાળનો કોળિયો બની ગયાનું સામે આવ્યું છે. આમોદના સુડી ગામના યુવાનોના મોત નિપજતા ગામ આખું હિબકે ચડ્યું છે. ભરૂચથી નોકરી કર્યા બાદ યુવાનો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ વેળાએ ગોઝારો અકસ્માત નડતા અરેરાટી મચી ગઇ છે.

કાળમુખા તોતિંગ ટ્રકની ઠોકરે કારનો બુકળો બોલી ગયો હતો.જયારે કારમાં સવાર યુવાનોના ગંભીર ઇજા બાદ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ છે. વધુમાં માર્ગ મરણચીસોથી ગુંજતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કારમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા.

આ પણ વાંચો :-

 

ચંદીગઢની પ્રાઈવેટ સ્કૂલમાં 50થી વધુ છોકરીઓની અશ્લિલ તસવીરો વાયરલ થતાં આક્રોશ

0

પંજાબની રાજધાની ચંદીગઢની એક જાણીતી સ્કૂલની 50થી વધુ છોકરીઓની પ્રાઈવેટ તસવીરો વાયરલ થતાં સ્કૂલમા હડકંપ મચ્યો હતો. કોઈએ એઆઈની મદદથી છોકરીઓની અશ્લીલ તસવીરો બનાવીને વાયરલ કરી હતી. કોઈએ સ્કૂલની વેબસાઈટ પરથી છોકરીઓની તસવીરો લઈને તેને મોર્ફ કરી હતી અને તેને સાવ અશ્લિલ બનાવીને વાયરલ કરી હતી. ચંદીગઢની ખાનગી શાળાની ૫૦ વિદ્યાર્થિનીઓનો વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે બાદ ખળભળાટ મચી ગયો છે. આ તમામ વિદ્યાર્થીઓના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે અને હવે વાયરલ થયા છે. વાંધાજનક ફોટા પરિવાર સુધી પહોંચ્યા હતા, જે બાદ માતા-પિતાની સાથે આખા પરિવારની હાલત ખરાબ છે. પરિવારે ચંદીગઢના એસએસપી કંવરદીપ કૌરનો સંપર્ક સાધ્યો છે અને શાળા સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ પછી પોલીસે આઈટી એક્ટ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપ છે કે બદમાશોએ શહેરની એક જાણીતી સ્કૂલના ૫૦થી વધુ વિદ્યાર્થીઓના મોર્ફ્ડ ફોટા બનાવ્યા અને પછી એક પછી એક સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ પછી આ તમામ ફોટા સ્નેપચેટ પર વાયરલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ વિદ્યાર્થીઓનો આ ફોટો સંબંધિત પ્રાઇવેટ સ્કૂલના ઓફિશિયલ પોર્ટલ પરથી ડાઉનલોડ કર્યા હતા પછી જેને સાવ અશ્લિલ બનાવીને અપલોડ કર્યાં હતા અપલોડ બાદ તે વાયરલ થયા હતા.

૧૦ ઓક્ટોબરે એક છોકરીના પિતા જ્યારે તેને લેવા સ્કૂલમાં પહોંચ્યાં ત્યારે દીકરી ખૂબ રડી હતી. પૂછપરછ કરતાં છોકરીએ પિતાને આખો મામલો કહ્યો ત્યારે તેમને પણ આઘાત લાગ્યો હતો. પીડિતાની દીકરીએ જણાવ્યું કે, સ્કૂલના સીનિયર્સ પાસે સ્નેપચેટ પોર્ટલ છે, જેના પર ઘણી છોકરીઓની વાંધાજનક તસવીરો શેર કરવામાં આવી છે જેમાં એક તેની પણ છે. આ પછી પોલીસમાં ફરીયાદ કરવામાં આવી.

આ પણ વાંચો :-

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ SMC કમિશનર રોડ પર ઉતર્યા, લોકોને કચરો ન ફેંકવા માટે જાગૃત્ત કર્યા

0

“સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જનભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને વધુ તેજ બનાવવાનો કાર્યક્રમ સરકાર દ્વારા બે માસ લંબાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરતના અનેક વિસ્તારમાં સફાઇની કામગીરી વધુ સઘન બની રહી છે. ત્યારે લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે પાલિકા કમિશનર રોડ પર ઉતર્યા, લોકોને સ્વચ્છતા માટે કરી અપીલ કરી હતી. પાલિકાના ઉધના ઝોનના વિજયાનગરની મુલાકાત દરમિયાન દુકાનદારો સાથે સંવાદ કર્યો કર્યો હતો.

સુરત પાલિકા વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સફાઈની કામગીરી થઈ રહી છે ત્યારે આજે પાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા વિજયાનગરમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈની કામગીરી દરમિયાન પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ રોડ પર ઉતરીને લોકો સાથે સંવાદ કરતા નજરે પડ્યા હતા. તેઓએ આ વિસ્તારમાં દુકાન આસપાસ કચરો ન ફેંકવા માટે જાગૃત્ત કર્યા હતા. દુકાન પર આવતા ગ્રાહકોને પણ સ્વચ્છતા જાળવવા માટે દુકાનદારોને જણાવ્યું હતું. તમામ દુકાનોમાં ફરજિયાત ડસ્ટબીન રાખવા સૂચના આપી હતી. તેમણે સ્થાનિક સોસાયટીઓ પાસે બેસતા વડીલો સાથે પણ નિખાલસ ચર્ચા, સંવાદ કરી સ્વચ્છતા જાળવવા અને ‘સ્વચ્છ સુરત’ ના નિર્માણમાં સહભાગી બનાવા માટેની અપીલ કરી હતી.

ઉધના ઝોન સાથે સાથે વરાછા બી ઝોન વિસ્તારમા આવેલા દરા ગામ પાસે રોડ રિપેરીંગ, રોડ ડિવાઈડર કલર કામગીરી કરવામા આવી હતી અને સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા માર્કેટ પાસે સંકલિત સફાઈ અને રોડ રિપેરીંગ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સિટીલાઇટ માર્કેટ ખાતે કલર કામગીરી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

મધ્ય પૂર્વમાં ઇઝરાઇલ-હમાસ યુદ્ધ વકરવાના એંધાણ

0

ઇઝરાઇલ ગાઝા પટ્ટી પાસે  ૩ લાખ સૈનિકો તૈનાત કરી  હમાસને ખતમ કરવાની યોજના ઘડી રહ્યું છે તેથી યુદ્ધ ભીષણ થઈ રહ્યા હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.  ટૂંક સમયમાં ગાઝા પટ્ટીમાં જમીની હુમલાઓ શરૂ થાય. આવી સ્થિતિમાં સૈનિકોની દરેક જરૂરિયાત હશે. જેમાં શસ્ત્રો, ગોળીઓ, બોમ્બ, ગનપાઉડર, લોજિસ્ટિક્સ, દવાઓ, વિમાનો, હેલિકોપ્ટર, મિસાઇલ, રોકેટનો સમાવેશ થાય છે.  શસ્ત્રોથી સજ્જ પ્રથમ અમેરિકન ડિફેન્સ કાર્ગો પ્લેન ઇઝરાઇલમાં લેન્ડ થયું છે. જર્મનીએ પણ નાના હથિયારો અને ડ્રોન દ્વારા ઇઝરાઇલને મદદ કરવાનું વચન આપ્યું છે. અમેરિકાએ ૨૪ કલાક પહેલા જાહેરાત કરી હતી કે, તે પોતાના મિત્ર ઇઝરાઇલને મદદ કરવા માટે હવાઈ સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા આપશે અને હથિયારોનો જથ્થો પણ મોકલશે.

અમેરિકા ઇઝરાઇલને વધુને વધુ ઇન્ટરસેપ્ટર મિસાઇલો આપી રહ્યું છે. જેથી ઇઝરાઇલની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન ન થાય. હમાસના રોકેટ હુમલા બાદ ઇઝરાઇલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ સતત કામ કરી રહી છે. કારણ કે હમાસની સાથે લેબનોન પર પણ રોકેટ અને નાની મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સંરક્ષણ પ્રણાલી કામ કરી રહી છે. આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલો લગાવવામાં આવી છે. અમેરિકા તેમની સતત મદદ કરી રહ્યું છે જેથી તેમનો સપ્લાય ઓછો ન થાય. અમેરિકન શસ્ત્રો ઘણા દાયકાઓથી ઇઝરાઇલમાં આવી રહ્યા છે. તે નાના હથિયારો હોય, બોમ્બ હોય, નજીકની લડાઇ માટે સ્નાઈપર રાઈફલ્સ હોય કે પછી ટેન્ક વિરોધી મિસાઈલો હોય.

અમેરિકાના આ સમર્થન બાદ ઇઝરાઇલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે, અમે અત્યારે હવાઈ હુમલા કરી રહ્યા છીએ. બાદમાં અમે જમીન પરથી પણ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમારા સૈનિકોને ગાઝા પટ્ટીમાં તૈનાત કરવામાં આવ્યા છે. અમેરિકા અને જર્મનીની મદદથી અમે હમાસને સંપૂર્ણપણે ખતમ કરી શકીશું. આ વિસ્તારમાં ફરીથી શાંતિ સ્થાપવામાં સક્ષમ બનશે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી પંચના ચેકિંગમાં યુવાનો પ્રેમક્રીડા કરતાં પકડાયા

0

બાડમેરમાં ચૂંટણી ચેકિંગમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. મોડી રાત્રે પોલીસે આવા જ એક સ્પા સેન્ટરનો દરવાજો ખખડાવ્યો હતો અને પોલીસે શટર ઊંચું કરીને નજર નાખી તો કેટલાક છોકરા અને છોકરીઓ શરીરસુખ માણી રહ્યાં હતા. આ જોઈને પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે અહીં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. પોલીસને જોઈને છોકરા-છોકરીઓ ભાગવા લાગ્યાં હતા. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને કેટલીક યુવતીઓની ધરપકડ પણ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બાડમેર જિલ્લો રાજસ્થાનનો સરહદી વિસ્તાર છે. સરહદી વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી. પોલીસ કર્મચારીઓ પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઉત્તરલાઈ રોડ પર સ્પા સેન્ટર જોવા મળ્યું હતું. સ્પા સેન્ટરનું શટર બંધ હતું. પોલીસને લાગ્યું કે તેને તાળું મારી દેવામાં આવ્યું છે. તેમ છતાં, પોલીસકર્મીઓએ આવી જ લાકડી વડે સ્પા સેન્ટરનું શટર ખખડાવ્યું, બે ત્રણ વાર આવું કરતા અંદરથી થોડી હિલચાલ જોવા મળી હતી. પોલીસે શટર ઊંચકવાનો પ્રયાસ કર્યો તો અંદર કેટલાક છોકરા-છોકરીઓ સેક્સ માણી રહેલા દેખાતા હતા.

પોલીસ રેડ પડતાં છોકરા અને છોકરીઓ જે હાથમાં આવ્યાં તેટલા વસ્ત્રો પહેરીને ભાગ્યાં હતા. કેટલાકને તો અર્ધ નગ્નાવસ્થામાં ભાગવું પડ્યું હતું. પોલીસે લગભગ તમામને પકડી લીધા હોવાનું બહાર આવ્યું છે. ત્રણ યુવતીઓ ઝડપાઈ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ બે યુવકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ બંને યુવકોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસને કહેવું છે કે આ ભાગમાં રાતના સમયે સેક્સ સેન્ટર ચલાવાઈ રહ્યું હતું. બહારથી સ્પાનું બોર્ડ માર્યું હતું.

આ પણ વાંચો :-

ઈઝરાયેલમાં ફસાયેલા ૧૮ હજાર ભારતીયો માટે આજે પ્રથમ ફ્લાઈટ

0

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોમાં સ્થિતિ વણસી શકે છે. આવી સ્થિતિમાં, મોદી સરકારે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પહેલ કરી છે. સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયેલમાં રહેતા લગભગ ૨૩૦ ભારતીયો ગુરુવારે રાત્રે ૯ વાગ્યે ‘પહેલા આવો પહેલા સેવા’ના ધોરણે ભારત જવા રવાના થશે.

ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છતા અમારા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સરકાર વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું, અમે ગુરુવારે વિશેષ ફ્લાઇટ દ્વારા આવનારા ભારતીય નાગરિકોની પ્રથમ બેચની સૂચિ ઇ-મેઇલ કરી છે. આગામી ફ્લાઇટ માટે અન્ય લોકોની યાદી ટૂંક સમયમાં મોકલવામાં આવશે. એક અંદાજ મુજબ, હાલમાં લગભગ ૧૮,૦૦૦ ભારતીયો ઈઝરાયેલમાં રહે છે.

ભારતીયને લઈને પહેલું વિશેષ વિમાન ગુરુવારે સાંજે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટથી ઉડાન ભરશે. પહેલા આવો, પહેલા સેવાના ધોરણે લગભગ ૨૩૦ ભારતીયો રાત્રે ૯ વાગ્યે ઇઝરાયેલથી રવાના થશે. તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાએ ૭ ઓક્ટોબરના રોજ તરત જ તેની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી, જે દિવસે લડાઈ શરૂ થઈ હતી અને તેનું કોમર્શિયલ ઓપરેશન હજુ પણ સ્થગિત છે. પરત ફરનારાઓએ કોઈ ભાડું ચૂકવવું પડશે નહીં. તેમના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે.

આ પણ વાંચો :-

દિલ્લીમાં હવે G-૨૦ બાદ P-૨૦ સંમેલન, જેમાં તમામ G-૨૦ દેશોના પ્રમુખ અધિકારીઓ ભાગ લેશે

0

G-૨૦ સમિટના સફળ આયોજન બાદ હવે રાજધાની દિલ્હીમાં P-૨૦ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ કોન્ફરન્સ ૧૩ અને ૧૪ ઓક્ટોબરના રોજ દિલ્હીના દ્વારકામાં બનેલા નવા કન્વેન્શન સેન્ટર યશોભૂમિ ખાતે યોજાશે. જી-૨૦ની જેમ દિલ્હીને પણ આ માટે શણગારવામાં આવ્યું છે, ખાસ કરીને દ્વારકાના સમગ્ર વિસ્તારમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે રાજધાનીની ઘણી શેરીઓ પર G-૨૦ જેવું જ દ્રશ્ય જોઈ શકો છો.

વાસ્તવમાં આ સમિટ G-૨૦સાથે પણ સંબંધિત છે. G-૨૦માં સમાવિષ્ટ તમામ દેશોની સંસદોના પ્રમુખ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લે છે. અહીં પી એટલે સંસદ. આ ઉપરાંત આમંત્રિત દેશોના પ્રમુખ અધિકારીઓ પણ તેમાં ભાગ લે છે. ભારતની સંસદની અધ્યક્ષતામાં G-૨૦ દેશોની સંસદના સ્પીકર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ P-૨૦ બેઠક દર વર્ષે G-૨૦ પછી થાય છે. આ વખતે ભારત તેની યજમાની કરી રહ્યું છે. આ 9મી P-૨૦ કોન્ફરન્સ છે, જેનું ભારતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ૧૩ ઑક્ટોબરે G૨૦ સભ્ય દેશોની સંસદોના પ્રમુખ અધિકારીઓની બેઠક ‘P-૨૦’નું ઉદ્ઘાટન કરશે. જેમાં લિંગ સમાનતા, પર્યાવરણ, લોકશાહીની શક્તિ, મહિલા નેતૃત્વ વિકાસ, ગ્રીન એનર્જી અને આવા અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ભારતમાં યોજાનારી P-૨૦ કોન્ફરન્સની થીમ વસુધૈવ કુટુંબકમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ’ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ભારત તરફથી આ સમિટમાં ભાગ લેશે. તેવી જ રીતે અન્ય દેશોની સંસદના વડાઓ પણ બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચી રહ્યા છે. તેમના સ્વાગત માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય દિલ્હીમાં પણ તમામ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સંસદીય સંમેલનનું આયોજન ૧૨ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર “યશોભૂમિ” ખાતે કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હી P૨૦ સમિટમાં ૨૫ દેશોના પ્રમુખ અધિકારીઓ અને G૨૦ સભ્ય દેશો અને આમંત્રિત દેશોના ૧૦ ડેપ્યુટી સ્પીકર્સ હાજરી આપે તેવી અપેક્ષા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકાર્યું કે કેનેડાએ આગામી G૨૦ પાર્લામેન્ટરી સ્પીકર્સ સમિટ (P૨૦)માં તેની સહભાગિતાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો :-

AMCની નવી પોલિસી મિલકતધારક પાર્કિંગ ચાર્જ લેશે તો ચૂકવવો પડશે ટેક્સ

0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ પાર્કિંગ ચાર્જ વસુલનાર સિનેમાહોલ અને મોલના માલિકોએ હવે ટેક્સ ભરવો પડશે. એટલે કે જે કોઈ પોતાની મિલકતમાં વાહનના પાર્કિંગ કરવા બદલ ચાર્જ વસુલતા હશે, તેમની પાસેથી ટેક્સ લેવામાં આવશે. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ મિલકતના માલિકોએ ટેક્સ ચૂકવવાનો રહેશે. જોકે, પાર્કિંગ ચાર્જ નહીં લેનાર મિલકત ધારકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એટલે કે ફ્રી પાર્કિંગને આકારણીથી મુક્તી આપવામાં આવશે.

કોમર્શીયલ મિલકતોમાં પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે, તો તેની આકારણી થશે. કોઇપણ મિલકતના ભોંયરામાં અથવા ખુલ્લી જગ્યામાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હશે તો તેની આકારણી નહીં થાય. મોલ, સિનેમા અથવા કોમર્શિંયલ પ્રીમાઇસીસમાં પાર્કિંગ ચાર્જ લેવાતો હશે તો તેનો પ્રોપર્ટી ટેક્સ લાગશે.

કોમર્શિયલ મિલકતોમાં કોઈપણ પ્રકારની દૈનિક માસિક/વાર્ષિક ફી ચાર્જ લઈને જો પાર્કિંગ કરવા દેવામાં આવે તો તેની આકરણી થશે તથા હયાત નીતિ-નિયમ મુજબ સદર તેના એરિયાઓનું કુલ ક્ષેત્રફળ ગણી તેના 35 ટકા રન વે બાદ અપાશે.

આ પણ વાંચો :-

ગાઝિયાબાદની પાખંડી બાબાની કામલીલા બહાર આવી, પ્રસાદી ખવડાવીને કરતો હતો દુષ્કર્મ

0

દેશમાં ફરી એકવાર ખુદને ભગવાન બતાવી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતા એક બાબાની ધરપકડ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પોતાને બાબા કહેતા 33 વર્ષીય વિનોદ કશ્યપ મહિલાઓને લલચાવતો હતો. પછી તે તેમની સાથે બળાત્કાર કરતો. જો કોઈ મહિલા તેનો વિરોધ કરે તો તે તેને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી દેતો હતો. એટલું જ નહીં આ બાબાની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. હજારો યુઝર્સ આ બાબાને ફોલો કરે છે.

ગાઝિયાબાદની 3 થી 4 મહિલાઓએ દિલ્હીમાં રહેતા બાબા વિનોદ કશ્યપ વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાબા પર બળાત્કાર અને પૈસા માટે બ્લેકમેલ કરવાનો આરોપ છે. પોલીસે તરત જ બાબા સામે કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે.

DCP હર્ષ વર્ધને જણાવ્યું કે, વિનોદ કશ્યપે આધ્યાત્મિક બાબા બનીને દ્વારકામાં પોતાના બે માળના મકાનમાં દરબારનું આયોજન શરૂ કર્યું હતું. ઘણા વર્ષો પહેલા વિનોદ હોસ્પિટલમાં નોકરી કરતો હતો.વિનોદ ત્યાં 4-5 વર્ષ કામ કરતો હતો અને દર મહિને 25 હજાર રૂપિયા લેતો હતો. આ પછી તેણે અચાનક નોકરી છોડી દીધી અને આશ્રમ ખોલીને સેવા કરવાનું નક્કી કર્યું. તેમણે લોકોની અંગત અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ હોવાનો દાવો કરવાનું શરૂ કર્યું. તેણે લોકોને કહેવાનું શરૂ કર્યું કે તેને ભગવાનનો આશીર્વાદ મળ્યો છે.

આ પણ વાંચો :-