ગાઝિયાબાદની પાખંડી બાબાની કામલીલા બહાર આવી, પ્રસાદી ખવડાવીને કરતો હતો દુષ્કર્મ

Share this story

દેશમાં ફરી એકવાર ખુદને ભગવાન બતાવી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતા એક બાબાની ધરપકડ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પોતાને બાબા કહેતા 33 વર્ષીય વિનોદ કશ્યપ મહિલાઓને લલચાવતો હતો. પછી તે તેમની સાથે બળાત્કાર કરતો. જો કોઈ મહિલા તેનો વિરોધ કરે તો તે તેને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી દેતો હતો. એટલું જ નહીં આ બાબાની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. હજારો યુઝર્સ આ બાબાને ફોલો કરે છે.

ગાઝિયાબાદની 3 થી 4 મહિલાઓએ દિલ્હીમાં રહેતા બાબા વિનોદ કશ્યપ વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાબા પર બળાત્કાર અને પૈસા માટે બ્લેકમેલ કરવાનો આરોપ છે. પોલીસે તરત જ બાબા સામે કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે.

DCP હર્ષ વર્ધને જણાવ્યું કે, વિનોદ કશ્યપે આધ્યાત્મિક બાબા બનીને દ્વારકામાં પોતાના બે માળના મકાનમાં દરબારનું આયોજન શરૂ કર્યું હતું. ઘણા વર્ષો પહેલા વિનોદ હોસ્પિટલમાં નોકરી કરતો હતો.વિનોદ ત્યાં 4-5 વર્ષ કામ કરતો હતો અને દર મહિને 25 હજાર રૂપિયા લેતો હતો. આ પછી તેણે અચાનક નોકરી છોડી દીધી અને આશ્રમ ખોલીને સેવા કરવાનું નક્કી કર્યું. તેમણે લોકોની અંગત અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ હોવાનો દાવો કરવાનું શરૂ કર્યું. તેણે લોકોને કહેવાનું શરૂ કર્યું કે તેને ભગવાનનો આશીર્વાદ મળ્યો છે.

આ પણ વાંચો :-