મધ્ય પૂર્વમાં ઇઝરાઇલ-હમાસ યુદ્ધ વકરવાના એંધાણ

Share this story

ઇઝરાઇલ ગાઝા પટ્ટી પાસે  ૩ લાખ સૈનિકો તૈનાત કરી  હમાસને ખતમ કરવાની યોજના ઘડી રહ્યું છે તેથી યુદ્ધ ભીષણ થઈ રહ્યા હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.  ટૂંક સમયમાં ગાઝા પટ્ટીમાં જમીની હુમલાઓ શરૂ થાય. આવી સ્થિતિમાં સૈનિકોની દરેક જરૂરિયાત હશે. જેમાં શસ્ત્રો, ગોળીઓ, બોમ્બ, ગનપાઉડર, લોજિસ્ટિક્સ, દવાઓ, વિમાનો, હેલિકોપ્ટર, મિસાઇલ, રોકેટનો સમાવેશ થાય છે.  શસ્ત્રોથી સજ્જ પ્રથમ અમેરિકન ડિફેન્સ કાર્ગો પ્લેન ઇઝરાઇલમાં લેન્ડ થયું છે. જર્મનીએ પણ નાના હથિયારો અને ડ્રોન દ્વારા ઇઝરાઇલને મદદ કરવાનું વચન આપ્યું છે. અમેરિકાએ ૨૪ કલાક પહેલા જાહેરાત કરી હતી કે, તે પોતાના મિત્ર ઇઝરાઇલને મદદ કરવા માટે હવાઈ સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા આપશે અને હથિયારોનો જથ્થો પણ મોકલશે.

અમેરિકા ઇઝરાઇલને વધુને વધુ ઇન્ટરસેપ્ટર મિસાઇલો આપી રહ્યું છે. જેથી ઇઝરાઇલની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન ન થાય. હમાસના રોકેટ હુમલા બાદ ઇઝરાઇલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ સતત કામ કરી રહી છે. કારણ કે હમાસની સાથે લેબનોન પર પણ રોકેટ અને નાની મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સંરક્ષણ પ્રણાલી કામ કરી રહી છે. આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલો લગાવવામાં આવી છે. અમેરિકા તેમની સતત મદદ કરી રહ્યું છે જેથી તેમનો સપ્લાય ઓછો ન થાય. અમેરિકન શસ્ત્રો ઘણા દાયકાઓથી ઇઝરાઇલમાં આવી રહ્યા છે. તે નાના હથિયારો હોય, બોમ્બ હોય, નજીકની લડાઇ માટે સ્નાઈપર રાઈફલ્સ હોય કે પછી ટેન્ક વિરોધી મિસાઈલો હોય.

અમેરિકાના આ સમર્થન બાદ ઇઝરાઇલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે, અમે અત્યારે હવાઈ હુમલા કરી રહ્યા છીએ. બાદમાં અમે જમીન પરથી પણ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અમારા સૈનિકોને ગાઝા પટ્ટીમાં તૈનાત કરવામાં આવ્યા છે. અમેરિકા અને જર્મનીની મદદથી અમે હમાસને સંપૂર્ણપણે ખતમ કરી શકીશું. આ વિસ્તારમાં ફરીથી શાંતિ સ્થાપવામાં સક્ષમ બનશે.

આ પણ વાંચો :-